Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ પ્રવાસે આવેલા વિદ્યાર્થીઓની બસ ૩૦૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકી: વિદ્યાર્થીઓ સહિત ૧૦ લોકોના મોત

  • December 23, 2018 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:ખાનગી ટ્યુશન કલાસીસના સંચાલકો દ્વારા ધોરણ ૩ થી ૮ ના વિધાર્થીઓ અને કેટલાક વાલીઓને લઈને ડાંગ જીલ્લાના પ્રવાસે આવેલી લકઝરી બસ મહાલ-બરડીપાડા રોડ પર ઢાળ માંથી નીચે ઉતરતા ઊંડી ખીણમાં ખાબકી હતી.આ ગમખ્વાર અકસ્માતમાં વિદ્યાર્થીઓ સહિત કુલ ૧૦ લોકો ના મોત નીપજ્યા હતા.જયારે અન્ય વિધાર્થીઓને ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા એક ટ્યુશન કલાસીસના સંચાલકો દ્વારા ૨૨મી ડિસેમ્બર નારોજ ટ્રાવેલ્સ બસ નંબર જીજે-૫-ઝેડ-૯૯૯૩ માં બાળકો સહિત આશરે ૯૭ લોકો લઇ ડાંગ જીલ્લાના પ્રવાસે આવ્યા હતા.આ વિધાર્થીઓ શબરીધામ,પંપા સરોવર સહિતના સ્થળો ફરીને પરત આવી રહ્યા હતા તે વેળાએ ડાંગ જીલ્લાના મહાલ બરડીપાડાના ઢાળ વાળા રસ્તા પર બસ ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા બસ આશરે ૩૦૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબગી હતી.જેના કારણે અત્યાર સુધી વિધાર્થીઓ સહિત ૧૦ લોકોના મોતને ભેટ્યા હતા.અકસ્માતમાં આહવા ગંભીર રીતે ઇજાગ્રસ્ત ૬૫ લોકોને આહવા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખક કરવામાં આવ્યા હતા.તેમજ ૨૨ જેટલા લોકોને સુરત સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.બનાવ અંગે જાણ થતા સ્થાનિક લોકો અને રાહદારીઓ બચાવ કામગીરીમાં જોતરાયા હતા.ડાંગ અને તાપી જિલ્લાની ઈમરજન્સી સેવા ૧૦૮,સોનગઢ નગરપાલિકા ફાયરના જવાનો,સોનગઢ મામલતદાર સ્ટાફ,ડાંગ જિલ્લા તંત્ર,પોલીસ સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને બચાવ કામગીરીમાં જોડાયા હતા.આ ગમખ્વાર અકસ્માતમાં બાળકો સહિત કુલ ૧૦ લોકોના મોત નિપજ્યા હોવાનું જણાવા મળ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application