Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ:નાબાર્ડના પોટેન્‍શિયલ લિંક્‍ડ ક્રેડિટ પ્‍લાનનું વિમોચન કરતા કલેક્‍ટર સી.આર.ખરસાણ

  • December 21, 2018 

તાપીમિત્ર ન્યુઝ,વલસાડ:વિવિધ પ્રાથમિકતા વાળા ક્ષેત્રોના વિકાસની સંભાવનાઓને ધ્‍યાને રાખી વલસાડ જિલ્લામાં ૨૦૧૯-૨૦ના વર્ષ માટે નાબાર્ડ દ્વારા તૈયાર કરાયેલા પોટેન્‍શિયલ લીંક્‍ડ પ્‍લાન (પીએલપી) માં રૂા.૧૯૭૧૯૦.૨૬ લાખના બેન્‍ક ધિરાણની શક્‍યતાનું આકલન કરવામાં આવ્‍યું છે,જેમાં કૃષિ ક્ષેત્રને વિશેષ પ્રાધાન્‍ય આપી પાક ધિરાણ માટે રૂા.૨૨૦૨૨.૦૦ લાખ (૧૧%),મધ્‍ય અને લાંબી મુદતના ખેતી ધિરાણ માટે રૂ.૩૦૪૪૭.૮૨ લાખ (૧૫%), એમએસએમઇ સેક્‍ટર માટે રૂા.૯૭૦૭૫.૦૦ લાખ (૪૯%) અને અન્‍ય પ્રાથમિકતા વાળા ક્ષેત્રો જેમ કે, એક્‍સપોર્ટ,શિક્ષણ,હાઉસિંગ,રિન્‍યુએબલ એનર્જી અને સોશિયલ ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર માટે રૂ.૪૭૬૪૫.૪૪ લાખ (૨૪%) નું આંકલન કરાયું છે.પીએલપીના આંકલન પ્રમાણે વલસાડ જિલ્લાની બેન્‍કોની વાર્ષિક ઋણ યોજના લીડ બેન્‍ક બેંક ઓફ બરોડા દ્વારા તૈયાર કરવામાં આવે છે અને તે પ્રમાણે જિલ્લાની બેન્‍કો ધિરાણોના લક્ષ્યાંક પૂરા કરવા માટે પ્રયાસો કરે છે.વલસાડ ખાતે મળેલી બેન્‍કર્સની ડી.એલ.સી.સી.બેઠકમાં વલસાડ જિલ્લા કલેક્‍ટર સી.આર. ખરસાણના હસ્‍તે આ પીએલપીનું વિમોચન કરવામાં આવ્‍યું હતું.આ બેઠકમાં નાબાર્ડના જિલ્લા વિકાસ પ્રબંધક હેમાંગિની બારોટ,જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક બી.કે.વસાવા,બેંક ઓફ બરોડાના ક્ષેત્રિય પ્રબંધક કલ્‍પેશ શાહ,રીઝર્વ બેંક ઓફ ઇન્‍ડિયાના લીડ ડિસ્‍ટ્રિક્‍ટ ઓફીસર ઉદય કરમકર,તથા લીડ ડીસ્‍ટ્રીક્‍ટ મેનેજર બેંક ઓફ બરોડા સચીન શર્મા તથા વિવિધ બેંકના બેંકરો તથા અન્‍ય અમલીકર અધિકારીઓ હાજર રહ્યા હતા. -


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application