વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,આહવા:ડાંગ ના આહવા તાલુકા માં સમાવિષ્ટ ધવલીદોડ ગામે આવેલ વર્ષો જુના ચેક ડેમમાં ડીસીલ્ટીંગ(ડેમ ઉંડા) કરવાનીની કામગીરીમાં ગેરરીતી આચરવામાં આવી હોય જેના પરિણામે લોકો ઉનાળાની શરૂઆત પહેલાજ પાણી માટે ધવલીદોડ અને કોટબા ગામ વલખા મારવાની નોબત આવનાર દિવસોમાં આવશે એને નકારી શકાય તેમ નથી.સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સમગ્ર ગુજરાત પાણી સમસ્યાને દુર કરવામાં સરકાર દરેક નાના મોટા ચેક ડેમ તેમજ તળાવો ઉંડા કરવાની કામગીરી સમગ્ર ગુજરાતમાં હાથ ધરવામાં આવી હતી જેમાં ગુજરાતના છેવાડે આવેલ ડાંગ જીલ્લાના ધવલીદોડ મુખ્ય માર્ગ પર આવેલ વરસો જુના ચેક ડેમ ની ચોમાસા પહેલા અને એના અગાઉના વર્ષે પણ ડીસીલ્ટીંગ ની કામગીરી હાથ ધરાઇ હતી જે કામગીરીમાં ઈજારદાર તેમજ અધિકારીઓ ના મેળાપીપળામાં ચેક ડેમ ઊંડો કરવાની કામગીરી તો થઇ પરંતુ ચોમાસાની એન્ડમાં જેના કારણે પુરતુ ડેમ ઉંડાણ થયુ ના હતુ અને માત્ર કાગળ પુરતી જ કામગીરી બતાવી ભ્રષ્ટાચાર આચરાતા હાલ ઉનાળાની શરૂઆત પહેલા જ આ ચેક ડેમ ફક્ત એક બે માસમાં ખાલી ખમ અને સુકો ભટ થવા જઇ રહ્યો છે જેનાથી ધવલીદોડ અને કોટબાના સ્થાનિક લોકોને પાણી માટે વલખા મારવાનો વારો આવે એને નકારી શકાય તેમ નથી.જયારે આવનારા દિવસોમાં ઉનાળા દરમિયાન સ્થાનિક લોકોની શુ પરિસ્થિતિ થશે એ જોવાનુ રહયુ છે જયારે પાણી ની સમસ્યા દુર કરવા માટે સરકાર નો હેતુ સાર્થક ન થયો હોય એમ લોકોને પ્રત્તિત થઇ રહયુ છે જે ડેમ ઊંડાણ કરવાની કામગીરી દર વર્ષે કરવામાં આવે છે છતાં પણ જેનો ભોગ આજે સ્થાનિક ગરીબ આદિવાસી પ્રજા બનવા જઇ રહી છે જે આ અંગે સ્થાનિક વહીવટી તંત્ર સરકારની પાણી તળાવ તેમજ ચેક ડેમ ઉડાં કરવાની યોજનાને સાર્થક બનાવી લોકો ની આવાનારા ઉનાળાની ઋતુ દરમિયાન પાણીની પડતી મુશ્કેલી દુર કરવા માટે 2- 3 મહિના આગોતરૂ આયોજન કરવામાં આવે તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application