Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉકાઈ ડેમ માંથી 93 હજાર કયુસેક જેટલું પાણી તાપી નદીમાં છોડાયું,ડેમાંના 10 દરવાજા ખોલવામાં આવ્યા

  • August 17, 2020 

ઉકાઈ ડેમ ના ઉપરવાસમાં પડેલ વરસાદ ને લઈ ડેમમાં પાણી ની આવક થતા આજરોજ બપોર 3 વાગ્યા સુધી ડેમ ના સત્તાધીશો દ્વારા ડેમ ના 22 દરવાજા પૈકી 10 દરવાજા ખોલી તાપી નદી માં પાણી છોડવામાં આવી રહ્યું છે. સમગ્ર રાજ્ય સહિત દક્ષિણ ગુજરાત માં હવામાન વિભાગ ની આગાહી વચ્ચે પડી રહેલા વરસાદ ને પગલે ઉકાઈ ડેમ માં પાણી ની આવક થતા ડેમ ના સત્તાધીશો દ્વારા ડેમ નું રુલ લેવલ જાળવવા ડેમ ના 22 દરવાજા પૈકી ,7 દરવાજા ચાર ફૂટ અને 3 દરવાજા પાંચ ફૂટ ખોલી કુલ 10 દરવાજા વાટે 93 હજાર ક્યુસેક  પાણી છોડવામાં આવી રહ્યું છે ,જેને લઈ તાપી નદી ની આસપાસ આવેલ ગામો ને એલર્ટ કરવામાં આવ્યા છે સાથે ઉકાઈ ડેમ માંથી પાણી છોડવામાં આવતા સુરત,તાપી,નવસારી સહિતના ખેડૂતો અને લોકોમાં આનંદ છવાઈ ગયો છે. ઉકાઈ ડેમની સપાટી પર એક નજર કરીએ તો આજરોજ બપોરના 3:00 વાગ્યા સુધી ઉકાઈ ડેમની  સપાટી 334.10 ફૂટ પર પહોચી છે.જયારે ડેમમાં પાણી આવક 136773 કયુસેક છે. તેની સામે 93512 કયુસેક જેટલું પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application