વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,આહવા:સમગ્ર દેશમાં ગ્લોબલ વોર્મિંગ ની જાગૃતિ લાવવા માટે ની પ્રતિયોગીતા શાળા માં રજુ કરી દેશમાં દ્વિતીય ક્રમ મેળવી ડાંગ ના આહવા તાલુકાની ગોંડલવિહિર શાળાના બાળકો એ ગુજરાતનું ગૌંરવ વધારતા મુખ્યમંત્રીશ્રીએ શાળા ના બાળકોને તથા શિક્ષકો ને અભિનંદન પાઠવ્યા હતા
આજે સમગ્ર દેશ ગ્લોબલ વોર્મિંગની અસરોની આફતોમાં ફસાયેલું છે.જેની પ્રતિતી આજે વિશ્વ કરી રહ્યું છે.પછી તે ભુકંપ હોય કે સુનામી હોય કે ઋતુચક્રમાં થયેલું પરિવર્તન હોય ઔદ્યોગિકી કરણ પછીના યુગમાં ભારત સહિ પૂરા વિશ્વએ પ્રદૂષણનું રાક્ષસી સ્વરૂપ અનુભવ્યું છે.પૃથ્વી પર સતત વધતા જતાં તાપમાનના કારણે આબોહવામાં થઈ રહેલા પરિવર્તનનાં માઠાં ફળ ચાખ્યાં પછી હવે આપણે રહી રહીને પર્યાવરણની જાળવણી માટે ચિંતિત થયાં છીએ.ગ્લોબલ વોર્મિંગનો મુદ્દો ખુદ ગરમી પકડી રહ્યો છે જે સમસ્યા દુર કરવા માટે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ગ્રીન એન્ડ સન્ટેનેબલ ગ્રીન સ્કુલ પ્રોજેકટ હેઠળ સંપૂર્ણ પ્રયત્ન હાથ ધરાઈ રહ્યા છે જેના માટે રાજ્યની 241સરકારી પ્રાથમિક શાળાઓ કાર્યરત છે જેમાં ડાંગ જિલ્લાની ગોંડલવિહીર શાળાના બાળકોએ પણ ગ્લોબલ વોર્મિંગ અંગેની જાગૃતિ લાવવા માટે આ પ્રતિયોગીતા માં ભાગ લીધો હતો. જેમા ગ્લોબલ વોર્મિંગ ના કારણે થતી અસર તેમજ પર્યાવરણ જાગૃતિ લાવવા માટે શાળાના બાળકો દ્વારા દીર્ધકાલીન જાળવવા માટે એજીબીસી ગ્રીન યોર સ્કુલ કોન્ટેસ્ટ માં જનજાગૃતિ માટે કુલ છ ટીમો મળી ગોલ્બલ વોર્મિગ સમસ્યા દૂર કરવા માટે સંપૂર્ણ પ્રયત્નો હાથ ધરાયા છે જેમાં બાળકો ની ટીમ દ્વારા બગીચા અલગ-અલગ પ્રકારના ફૂલ છોડો મોટા ઝાડ વધુ ઓક્સિજન આપતા જ ફળ આપતા વૃક્ષો ઘાસ શાકભાજી તેમજ સુંદર રંગ બે રંગીફુલો તથા ઔષધિઓ સંપૂર્ણ માવજત કરી શાળાને ઇકોફ્રેન્ડલી બનાવવામાં આવેલ છે જેના કારણે અલગ-અલગ પ્રજાતિઓના જીવ-જંતુઓ અને પક્ષીઓ આકર્ષાયા છે જેના કલરવ થી શાળાનું વાતાવરણ ગીતમય બન્યુ છે. એ જ રીતે પાણીનો વપરાશ પાણીનો બચાવ સ્વચ્છતા વેસ્ટ પાણીનો ઉપયોગ રિસાયકલ કરી આ શાળામાં પાણીનો ઉપયોગ કરાઇ રહ્યો છે.વધુમાં બાંધકામ ટીમ દ્વારા વર્ગખંડનું વાતાવરણ ઠંડુ રહે અને એ માટે પાંચ વર્ગખંડમાં એગ્ઝોસ ફેન સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. કુદરતી આપત્તિ સમય શાળામાં મોકડ્રીલ નુ આયોજન પણ કરવામાં આવ્યો હતુ.જેમાં શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ ગામના લોકો સામેલ હતા.અને વધુમાં શાળામાં અલગ કલર ની કચરાપેટી રાખવામાં આવેલ છે જેમાં કયો કચરો નાખવો તેની સમજૂતી આપવામાં આવેલ છે. શાળામાં કમ્પોઝ પીટ પણ બનાવવામાં આવેલ છે.જેમાં વનસ્પતિનાં પાંદડાં વનસ્પતિ ના પાંદડા રાંધેલો વેસ્ટ શાકભાજીના ચિલ્કા માં નાખી માટી નો છંટકાવ કરી મહીના સુધી રાખી ખાતરનો બનાવી ઉપયોગ કરવામાં આવે છે. જેવી વિવિધ ગ્રીન અને સેન્ટસેટબલની ગ્લોબલ વોર્મિંગ ની અસર દૂર કરવા માટે જાગૃતિ લાવવા માટે શાળાની છ ટીમો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો જેમાં પ્રથમ ક્રમે ભરૂચની આંકલાવ ટીમ અને દ્વિતીય ક્રમે ડાંગ જિલ્લાની ગોંડલવિહીર પાથમિક શાળા તથા દિલ્હીની પાલિક સ્કુલ ત્રીજા ક્રમે સમગ્ર ભારતમાં સ્થાન મેળવ્યું હતું જ્યારે ડાંગ જિલ્લાની ગોંડલવિહીર શાળાનીએ દ્વિતીય સ્થાન મેળવતા ડાંગ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું જેવો ને મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વિશેષ અભિનંદન પાઠવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application