વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,આહવા:ડાંગ જિલ્લાનુ મુખ્ય મથક આહવા બી.એ.સી. નર્સિંગ હોસ્ટેલમાં અચાનક શોર્ટ સર્કીટ થવા થી આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી.ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં એક માત્ર બી.એ.સી નર્સિંગ કોલેજના મેડિકલ ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મેસમાં વીજળીના સૉર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગતા લાખોનુ નુકસાન થયું હતું.જેના કારણે વાતાવરણ તંગ બન્યું હતું જોકે સદનસીબે કોઈ જાનહાની ન થવા પામી હતી.જયારે આશરે 9:30 વાગ્યે સવારના સુમારે વિદ્યાર્થીઓના ભોજનાલય કક્ષમાં આગ લાગતા ગણતરીના જ સમયમાં વાયુવેગે આગ લાગીહોવાની ખબર પ્રસરી જતા અફરા તફરી મચી જવા પામી હતી.આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે અચાનક લાઈટના બોર્ડમાં ધડાકો થયો અને આસપાસની પ્લાસ્ટિકની ખુરશીઓ બળવા લાગી હતી સદ્દભાગ્યે કોઈ વિદ્યાર્થી કે કામ કરતા કર્મચારીઓને નુકશાન થયું ન હતું પરંતુ લાખો રૂપિયાનુ નુકશાન થયું હોવાની વિગતો સાપડી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application