Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ:વઘઇના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પશુપાલન અને પાક ઉત્પાદન અંગે પરીસંવાદ યોજાયો

  • December 09, 2018 

વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,આહવા:ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર વધઇ ના કૂષી વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ડોકપાતળ ગામે પશુપાલન અને પાક ઉત્પાદન અંગે પરિસંવાદ નું આયોજન કરવામાં આવ્યું હતુ.કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ન.કૃ.યુ વધઇ દ્વારા વધઇ તાલુકાના ડોકપાતળ ગામે તા.૦૭/૧૨/૨૦૧૮ ના રોજ " રવિ ઋતુ" અંતર્ગત પશુપાલન અને પાક ઉત્પાદન પરિસંવાદ નુ આયોજન કરવામાં આવ્યું હતુ.જે કાર્યક્રમ ડો.સી.જે. ડાંગરીયા અને કુલપતિ કુષિ યુનિવર્સિટી નવસારીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો.જેમાં કાર્યક્રમની શરૂઆતમાં કેન્દ્રના વડા ડો. હેમંત શર્માએ મહાનુભાવોનુ શાબ્દીક સ્વાગત કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.કૃષિ મહાવિધાલય વધઇના આચાર્ય અને ડીન ડો. ઝેડ.પી.પટેલ દ્વારા ડાંગ જિલ્લાના યુવા-યુવતી કૃષિ શિક્ષણથી જાગરુત થાય તે માટે હાકલ કરી હતી.તથા કાર્યક્રમમાં ઉપસ્થિત પશુ ચિકિત્સા અધિકારી ડો.હેમલ બી.પટેલ અને ડો.દિવ્યા જી. ચૌધરી દ્વારા સ્વચ્છ દૂધ ઉત્પાદન અને પશુઓમાં કૃમિ નિવારણ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.કેવિકે, વધઇ દ્વારા નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો.સી. જે.ડાંગરીયાના હસ્તે કિચન ગાર્ડન બાયોફર્ટીલાઇઝર અને હાથ કરબડી જેવા સાધનોનું કૃષિ ટેકનોલોજીના ભાગ સ્વરૂપે વિતરણ કરવામાં આવ્યું હતુ.કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. જી.આર.પટેલ દ્વારા ડાંગની બહેનોને સ્વસહાય જૂથ બનાવી નાગલી વરી અને બાગાયતી પાકો માંથી મૂલ્યવર્ધન કરીને અને ડેરી ઉદ્યોગ થકી દૂધ માંથી આવક મેળવી પગભર થવાની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.કાર્યક્રમના અંતમાં ડો.ડાંગરીયા અને કૃષિ યુનિવર્સિટીના કુલપતિ દ્વારા લોકોને ડાંગ જિલ્લામાં સેન્દ્રીય ખેતી કરવા તથા ખેતીની આવક બમણી કરવા માટે બહેનોને યોગદાન વિશે માહિતગાર કર્યા હતા.આ કાર્યક્રમમાં કુલ ૧૬૦ ભાઇઓ બહેનોએ ભાગ લઇ કૃષિ અને પશુપાલનની વૈજ્ઞાનિક તાંત્રિકતાથી માહિતગાર કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application