વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,આહવા:ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈ માં હજરત સૈયદ બાદશાહ બાવા રહમતુલ્લાહ અલૈહી વઘઇ ના મસહુરવલી બાદશાહ બાવાનું શંદલ શરીફ (મીન જાનીબ) નો ઉર્ષ મુબારક શાનો શૌકતથી ઉજવાયો હતો હિન્દુ-મુસ્લિમ કોમી એકતાના પ્રતિક સમા ધાર્મિક સ્થળે હજારો ભાવિકો ઉમટી પડ્યા હતા અને વર્ષોથી યોજાતા ઉર્ષ મુબારકમાં મોટી સંખ્યામાં લોકો દર્શનનો લાભ લેવા આવ્યા હતા અને દરગાહ શરીફના દિદાર કરી ધન્યતા અનુભવી હતી હિન્દુ-મુસ્લિમની આસ્થાના પ્રતિક સમા હજરત સૈયદ બાદશાહ બાવાનો વર્ષોથી શાનો શૌકતથી ઉર્ષ મુબારક ઉજવાઇ છે.ત્યારે આ વખતે પણ સંદલ શરીફ વઘઇ ના હાજી કાદર બાવાને ત્યાંથી નીકળી અને વાજતે-ગાજતે સંદલ શરીફ દરગાહ ખાતે પહોંચ્યું હતું નમાઝ નું પણ આયોજન કરવામાં આવ્યુ હતું આ શંદલ શરીફમાં મુસ્લીમ બિરાદરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વર્ષોથી યોજાતા ઉર્ષ મુબારક પ્રસંગે હિન્દુ-મુસ્લિમ ભાવિકો ઉમટી પડે છે.નોંધનીય એ છે કે,હઝરત બાદશાહ બાવાની દરઘાહ માત્ર મુસ્લિમો ની જ નહી પરંતુ હિન્દુઓ માટે પણ આસ્થાનું પ્રતિક છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application