તાપીમિત્ર ન્યુઝ,સુરત:કામરેજ પોલીસ સ્ટેશનની બાજુમાં ઊભેલી કારને ધોળા દિવસે નિશાન બનાવી હતી.મુળ નાના વરાછા ગામના કોળી ફળીયામાં રહેતા તેમજ હાલ અમેરીકાના અલાબ્મા મનગમરીમાં રહેતા નમ્રતાબેન અશોક ભાઇ પટેલ (ઉ.વ.25) ગત તા.22મી નવેમ્બર રોજ અમેરીકાથી પોતાના વતન સુરત આવ્યા હતા.તેવેળાએ કાર નંબર GJ-05-JD-3553 લઇ કામરેજ તાલુકાના ખોલવડ ગામે પોતાની બહેન ડીમ્પલ જીગ્નેશ પટેલને લેવા જઇ કામરેજ ચારરસ્તા ઉપર આવેલી બેંક ઓફ ઇન્ડીયાના લોકરમાં મુકેલ સોનાના ઘરેણાં કાઢી કાપડની થેલીમાં મુકી કારના ડ્રોવરમાં મુકી દીધા હતા.ત્યારબાદ પોલીસ ચોકીની બાજુમાં આવેલ ખાવધરા ગલીમાં પાર્કીંગમાં કાર મુકી નાસ્તો કરવા માટે આવ્યા હતા.નમ્રતાબેને નાસ્તો કર્યા બાદ ડ્રાઇવર સંજયને પાર્કીંગ માંથી કાર પરત લઇ આવવા માટે જણાવતા કાર લેવા ગયેલા ડ્રાઇવરે પાછા ફરી કારનો કાચ તુટેલી હાલતમાં હોવાનુ જણાવ્યુ હતુ.નમ્રતાબેને ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા ડ્રોવરમાં મુકેલા સોનાના ઘરેણાંની થેલી ગુમ જણાઇ હતી.અંદર મુકેલા સોનાના સેટ,સોનાની બંગડી,સોનાની ચેઇન,સોનાની વીંટી,સોનાની માળા,સોનાના બ્રેસલેટ,સોનાના ચાર-પાંચ પેંડલ,સોનાના બ્રેસલેટ મળી કુલ 30 તોલા જેટલુ જુનુ સોનુ મળી કુલ 4 લાખ 50 હજાર રુનો મુદ્દામાલની અજાણ્યા ઇસમો ચોરી કરી ભાગી ગયાની ફરીયાદ કામરેજ પોલીસ મથકે નોંધાવી હતી.પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી હતી.(સાંકેતિક તસ્વીર)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application