Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત:બારડોલી-વ્યારા હાઇવે માર્ગ પર ટ્રકની અડફેટમાં બાઇક ચાલક વૃદ્ધનું ઘટના સ્થળે મોત

  • December 07, 2018 

તાપીમિત્ર ન્યુઝ,સુરત:બારડોલી-વ્યારા જતાં નેશનલ હાઇવે માર્ગ નંબર 53ના સર્વિસ રોડ પર ટ્રકની અડફેટમાં આવી જતાં એક બાઇક ચાલક વૃદ્ધનું ઘટના સ્થળે જ મોત થયું હતું.આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના બારડોલી ખાતે ભુવનેશ્વરી સોસાયટીમાં રહેતા ઠાકોરસિંહ છોટુસિંહ ઉર્ફે ખુશાલસિંહ ડોડીયા (ઉ.વ.78) તા.6 ડીસેમ્બર ગુરુવારના રોજ કોઈ કામ અર્થે વાલોડ ગયા હતા.ત્યાંથી પરત ફરતી વખતે વ્યારા બારડોલી નેશનલ હાઇવે નંબર 53ના સર્વિસ રોડ પર ભવાની ટીમ્બર માર્ટ નજીક એક ટ્રકે ઠાકોરસિંહની મોટર સાયકલને ટક્કર મારતા ઠાકોરસિંહ નીચે પટકાયા હતા.તેમના શરીર પરથી ટ્રકનું વ્હીલ ફરી જતાં ગંભીર ઇજા થવાથી સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજયું હતું.પોલીસે મૃતકના પુત્ર વિજયભાઈની ફરિયાદના આધારે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.(સાંકેતિક તસ્વીર)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application