Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આહવા:ધોધલી ધાટમાં આવેલ શ્મશાન ગૃહ તરફ જતો માર્ગની હાલત બદ્દતર

  • December 06, 2018 

વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,આહવા:આહવા નગર ના ધોધલી ધાટમાં આવેલ સ્મશાન ગૃહ તરફ જતો રસ્તો ગત ચોમાસા સમય દરમિયાન ધોવાઇ જતા અગ્નિ સંસ્કાર  માટે આવતા લોકો ને હાલાકી વેઠવા ની નોબત ઉભી થવા પામી છે.આહવા નગર ધોધલી ધાટ ખાતે આવેલ સ્મશાન ગૃહનો રસ્તો ચોમાસા દરમિયાન ધોવાઇ જતા અત્યંત બિસ્માર અને જર્જરીત બનતા આહવા નગરના લોકો ને અગ્નિ સંસ્કાર માટે ભારે હાલાકી હેઠવાનો વારો આવી રહ્યો છે જેને લઈ સ્થાનિક લોકો જવાબદાર ગ્રામ પંચાયત સામે રોષ વ્યક્ત કરી રહયા છે જયારે આ બાબતે સ્થાનિક લોકોએ ગ્રામપંચાયત ને અવારનવાર રજુઆતો કરવા છંતા પણ આજ દિન સુધીઆ માર્ગ નુ રીપેરીંગ કામ કે નવીનીકરણ ની કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી જેના માટે અહિ અગ્નિ સંસ્કાર માટે આવતા લોકોને  ભારે મુશ્કેલી વેઠવી પડે છે જયારે આ માર્ગ એટલી હદે ધોવાઇ જતા બિસ્માર બન્યો છે કે અગ્નિ સંસ્કાર કરવા જતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની શકે એવી  નોબત પણ ઉભી થઈ  શકે એમ છે.કોઈ અકસ્માત સર્જાયએ પહેલા તંત્ર દ્વારા આ સ્મશાન ધાટ ની મુલાકાત લઇ અગ્નિ સંસ્કાર  માટે આવતા પરિવારજનોની મુશ્કેલી દુર કરે એવી સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application