Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આહવા ખાતે બ્લડ બેંક શરૂ કરવાની માંગ સાથે જાગૃત યુવાનોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું

  • December 05, 2018 

વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,આહવા:ડાંગ જીલ્લાના આદિવાસી દર્દીઓઓને  સારવાર દરમિયાન લોહીની પડતી  મુશ્કેલીનુ નિરાકરણ લાવવા માટે આહવાના જાગૃત યુવાનો દ્વારા બલ્ડ બેંકની  માંગ સાથે ડાંગ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.ડાંગ જિલ્લાના વહીવટી મથક આહવા ખાતે અધ્યતન સીવીલ હોસ્પિટલનુ ગત વર્ષોમાં નિર્માણ કરવામાં આવેલ હતુ પણ આ સિવિલ હોસ્પિટલમાં બલ્ડ બેંકની સુવિધા ઉપલબ્ધ ન કરાતા ડાંગના સ્થાનિક ગરીબ આદિવાસી પરિવારોજનો ને ભારે હાલાકી ભોગવાનો વારો આવી રહયો છે  જેને જરૂરિયાત ને ધ્યાને રાખી આહવા ના જાગૃત યુવાનો દ્વારા બલ્ડ બેંકની તાત્કાલિક સેવા ઉપલબ્ધ કરવા માટે કલેકટર બી.કે.કુમાર ને આવેદનપત્ર સુપ્રત કર્યુ હતુ આ આવેદનપત્ર સુપ્રત કરતા જણાવ્યુ હતુ  કે,ડાંગ જિલ્લોએ ગુજરાતના છેવાડે આવેલ જીલ્લો જેમાં એક માત્ર અધ્યતન સીવીલ હોસ્પિટલ આવેલ છે જેમાં આદિવાસી પરિવારોજનોને ગંભીર બિમારી હોય કે અકસ્માત  જેવી ધટના દરમિયાન સારવાર અર્થે સીવીલ હોસ્પિટલ ખાતે આવતા હોય છે જયારે સીવીલ હોસ્પિટલ ખાતે બલ્ડ બેંક કોઈ વૈકલ્પિક   વ્યવસ્થા ના હોવાના કારણે અહીના પ્રજાજનો તાત્કાલિક લોહીની જરૂરીયાત ઉભી થતા ના છુટકે લોહી મેળવા માટે અહી થી ઠેક વલસાડ સુધી 140 કીલો મીટર સુધી લંબાવુ પડે છે જેના કારણે સમય સર લોહી ન મળતા અનેક દર્દીઓના મુત્યુ પામ્યા હોવાના બનવા અગાઉ ના સમયે નોંધાઇ  ચુકયા છે જે જરૂરીતો ને ધ્યાને રાખી આહવા ના જાગૃત નવ યુવાનોએ તાત્કાલીક બલ્ડ બેંક ઉભી કરી સમય સર દર્દીઓ ને લોહી ઉપલબ્ધ થઈ શકે  એ માટે આવેદનપત્ર સુપ્રત કર્યુ હતુ આ આવેદનપત્ર સુપ્રત કરતી વેળાએ અજયભાઇ વકીલ,અશ્વિન ભોયે,જુનેદભાઇ,ભાવેશભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application