હરિયાણના યમુનાનગરમાં ઝેરી દારુ પીવાથી 9 લોકોના મોત થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ ઘટના બાદ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. અંબાલા પોલીસે ધનૌરા-બિંજલપુર ગામના શેરડીના ખેતરોમાં આજે દરોડો પાડ્યો છે, જેમાં દારુની ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. ફેક્ટરીમાંથી 200 લીટર દારુના 20થી 30 ડ્રમ અને દારુની ખાલી બોટલો જપ્ત કરાઈ છે. આ સાથે એસપી જશનદીપ સિંહ રંધાવાએ લોકોને દેશી દારુ ન પીવાની અપીલ કરી છે.
એસપી જશનદીપ સિંહ રંધાવાએ બેચ નંબર-16 નવેમ્બર 2021 ઓએસિસ ઓવરસીઝ ડિસ્ટલરી દ્વારા બનાવાતી બ્રાન્ડ માલ્ટાની દેશી દારુ ન પીવા લોકોને અપીલ કરી છે. આ દારુ ઝેરી હોવાની આશંકાના કારણે અપીલ કરવામાં આવી છે. ઉપરાંત તેમણે માલ્ટા બ્રાન્ડની દારુ ક્યાં પણ વેચાતી જોવા મળે, તો તુરંત પોલીસને જાણ કરવા કહ્યું છે.
ઘટનાની જાણ થતાં જ યમુનાનગરના એસપી ગંગા રામ પૂનિયાએ કહ્યું કે, ઝેરી દારુ પીવાથી એકનું મોત થયું હોવાની તેમને સૂચના મળી હતી. આ અગાઉ પાંચ દર્દીઓના મોત થયા હતા. પોલીસને જાણ કર્યા વિના પાંચેય વ્યક્તિઓના અંતિમ સંસ્કાર પણ કરી દેવાયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500