તાપી જિલ્લા એલસીબીએ વ્યારાના મગરકુઈ ગામમાં છાપો મારીને ૯ જુગારીયાઓ રોકડ રકમ અને જુગારના સાધનો તેમજ વાહનો મળી કુલ રૂપિયા ૧ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર તાપી પોલીસે જિલ્લામાં પ્રતિવર્ષ જુગારની મોટા પાયે મોસમ ખીલી ઊઠતી હોય એ માટેનું ખાસ આયોજન હાથ ધરી પુરી તૈયારીઓ સાથે જુગારિયાઓ ઉપર ખાસ નજર રાખવા માટે ખાનગી બાતમીદારોને સુચના આપી હતી. વ્યારા પોલીસ મથકોના વિસ્તારોમાં જુગારીયાઓને ગંધ ન આવે તે રીતે વ્યારાના મગરકુઈ ગામના જાગૃતિ ફળીયામાં ગુરુવારે છાપો મારીને જુગાર રમતા કુલ ૯ જુગારિયાઓને રંગેહાથ ઝડપી પાડયા હતા. તાપી પોલીસે દાવ ઉપરના અને અંગ જડતીના તેમજ વાહનો અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૧ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી પકડાયેલાઓ ૯ જુગારીયાઓ વિરુદ્ધ જુગારધારાની કલમ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જુગાર રમતા પકડાયેલા જુગારીયાઓ
- કૌશિક ઉર્ફે મનીષભાઈ લક્ષ્મણભાઈ ગામીત રહે, મગરકુઈ-વ્યારા
- સુનીલભાઈ મીનુભાઈ ગામીત રહે, ચિખલદા-વ્યારા
- નીતેશભાઈ માનસિંગભાઈ ગામીત રહે, ચિખલદા-વ્યારા
- બળવંતભાઈ શ્રીરામભાઈ લીહારકા રહે, શંકર ફળિયું-વ્યારા
- છોટુભાઈ દાજીયાભાઈ ગામીત રહે, જેતવાડી-વ્યારા
- હરીશભાઈ બાલુભાઈ ગામીત રહે, મગરકુઈ-વ્યારા
- કૈલાસભાઈ લક્ષ્મણભાઈ ગામીત રહે, મગરકુઈ-વ્યારા
- હિતેશભાઈ પ્રવીણભાઈ ગામીત રહે, ચિખલદા-વ્યારા
- તેજસભાઈ દિલીપભાઈ વસાવા રહે, પીપરીપાડા-નિઝર
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application