કોરોના મહામારી (કોવિડ-૧૯)ના સંક્રમણને રોકવા માટે સરકારશ્રીની સુચનાઓનું નવસારી જિલ્લામાં ચુસ્તપણે પાલન થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગંભીરતાથી વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. જે અનુસંધાને જિલ્લામાં અત્યાર સુધી કોરોના મહામારીના શંકાસ્પદ વ્યક્તિઓના ૨૭૫૦૯ જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. જિલ્લામાં આજે નવા ૦૯ કેસ નોંધાયાં છે. આજદિન સુધીમાં કુલ ૮૮૪ પોઝીટીવ કેસો નોંધાયા છે. જિલ્લામાં કુલ ૮૯ કોવીડ હોસ્પીટલમાં ઍક્ટીવ કેસ છે. આજદિન સુધી ૭૦૫ દર્દીઓને રજા આપવામાં આવી છે. કોરોનાથી અત્યાર સુધી ૯૦ ના મૃત્યુ થયા છે. તેમ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાની યાદી જણાવે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application