વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,આહવા:તાજેતરમાં લોકરક્ષકની પરીક્ષા માટેનું પેપર લીક થઈ જતા પરીક્ષા રદ કરાઇ છે જોકે સઘન સુરક્ષા વચ્ચે પેપર લીક થઈ જતા રાજ્યમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે જે અંતર્ગત ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ પ્રમુખ મોતીલાલ ચૌધરીની આગેવાની હેઠળ ડાંગ કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું,આ આવેદનપત્ર સુપ્રત કરતી વેળાએ પ્રમુખ મોતીલાલ ચૌધરીએ જણાવ્યુ હતુ કે,ગુજરાત છેલ્લા બે દાયકાથી રાજ્ય સરકાર ગુજરાતમાં સતા સંભાળી રહી છે છતા પણ શિક્ષિત યુવાનોને રોજગારી આપવા માટે નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપો સાથે સરકાર ધારા યુવાનોને પુરુ વળતર મળે તેવી નોકરીના બદલે સરકાર પોતે ગેરબંધારણીય રીતે અપૂરતા વેતન સાથે કોન્ટ્રાક્ટ પ્રથા ફિક્સ પગાર આઉટસોર્સિંગ જેવા રૂપકડાં નામ હેઠળ યુવાનોનું શોષણ કરાઇ રહ્યું છે તાજેતરમાં લોકરક્ષકની ભરતીમાં થયેલ છબરડો યુવાનોની મુશ્કેલી વધારી છે પેપર લીક થવાની ઘટના સરકારી તંત્રની બેદરકારીનું પરિણામ છે જેના માટે રાજ્ય સરકાર નૈતિક જવાબદારી સ્વીકારી તેમજ માફી માંગી પોતાના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની માંગ સાથે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા કલેકટરશ્રીને આવેદન પત્ર સુપ્રત કર્યો હતો આ આવેદન સુપ્રત કરતી વેળાએ ધારાસભ્ય મંગળ ગાવિત,ઉપપ્રમુખ હરીશ બચ્છાવ,કારોબારી અધ્યક્ષ વસંત તુંમડા,મહિલા પ્રમુખ લતાબેન ભોયે સહિત અનેક કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application