વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,આહવા:છેલ્લા પચ્ચીસ વર્ષ થી ડાંગ ના આદિવાસી વિસ્તારોમાં જ્ઞાનની ગંગા સફળતા પૂર્વક વહેવાડનાર નવજ્યોત સ્કૂલ સુબીરમાં પચ્ચીસમું વર્ષ બેસતાં રજત જયંતિ મહોત્સવ પારંપરિક રીતે ખુબજ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.તા.5/7/1993 ના રોજ ફાધર એંથોની મયલાડુમ્પારા સુબીર ખાતે નવજ્યોત સ્કૂલનો પાયો નાખ્યો હતો,આ સ્કૂલ માટે એક આદિવાસી ખેડૂત ચંદ્રાભાઈ અને તેમના પત્ની (કાકી)એ જમીન દાન કરી હતી,શાળામાં 265 વિદ્યાર્થીનીઓ અને 353 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.કાર્યક્રમ ના મુખ્ય મહેમાન અને જિલ્લા શિક્ષણાધિકારી એસ.એલ.પવાર એ જણાવ્યું હતું કે,રજત જયંતિ સાચા અર્થમાં ત્યારેજ સાર્થક ગણાશે જ્યારે શાળા નું પરિણામ સૌ ટકા હશે.ભૂતપૂર્વ વિદ્યાર્થી નીતિન બંગાળએ શિક્ષણ ક્ષેત્રે સંસ્થાના યોગદાન ને બિરદાવ્યુ હતું.આચાર્ય ફાધર વિંસેન્ટ વાઘેલા,સરકારી અધિકારીઓ અને વાલીઓનો આભાર માન્યો હતો,આ પ્રસંગે પૂર્વ આચાર્ય ફાધર ફ્રાંસીસ મેકવાન,ફા.કિરીટ પટેલીયા,ફા.થોમસ પરેરા,સિસ્ટર લાયસા,સિસ્ટર ફાતિમા,ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જયેશ ઠાકરે (ડે.એંજીનિયર), પ્રકાશ માહલા (ના.મામલતદાર),હિરામણ ગવળી (ના.મામલતદાર),ફા.ફ્રાંસીસ પરમાર ઉપસ્થિત રહ્યા હતા,આભાર વિધિ પાંડુભાઈ (શિક્ષક)એ આટોપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500