Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાપુતારા ઘાટ વિસ્તારમાં સિમેન્ટની સીટો ભરેલી ટ્રકને અકસ્માત નડ્યો:ક્લીનરનું મોત

  • December 02, 2018 

વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,આહવા:સાપુતારા આંતરરાજય ઘોરીમાર્ગ ઉપર નાસિક તરફથી સુરત હજીરા દિલ્હી ગેટ તરફ જઈ રહેલી એક  ટ્રક ના ચાલકે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા ટ્રક ખીણમાં ખાબકી પલટી મારતા કલીનરનુ સ્થળ પર જ મોત નીપજ્યું હતું જયારે ડ્રાયવરને ગંભીર ઇજા પહોંચી હતી.સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ તા.1-ડીસેમ્બર નારોજ મહારાષ્ટ્ર ના નાસિક તરફથી સિમેન્ટના પુઠ્ઠા વાળી સીટો ભરી ટ્રક નંબર GJ-05-DX-5663 લઈને સુરત હજીરા દિલ્હી ગેટ પર વિસ્તારમાં ડીલીવરી કરવા જતા સાપૂતારા ધાટમા ઉતરી રહ્યા હ્તા તેવેળા એ રાત્રીના 1:૦૦ વાગ્યે ની આસપાસ ટ્રક ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા ડાબી સાઇટે ધાટના ખીણમાં ટ્રક પલટી મારી દેતા  કલીનર બબલુભાઇ નાઓનુ ટ્રક નીચે દબાઈ જવાથી સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું.અને ડ્રાયવર અબ્દુલ કાદિર મહમદ ઇબાદુર રહેમાન શાહને ગંભીર ઇજાઓ થઇ હતી જયારે અકસ્માત સર્જાયાની માહિતી મળતા પીએસઆઇ એમ.વી.મોઢવાડીયા અને સ્ટાફ ઘટના સ્થળ ઉપર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.બનાવ અંગે ટ્રક ચાલકની ફરિયાદને આધારે બનાવ રજીસ્ટર કરી તપાસ હાથ ધરવામાં આવી હતી.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application