વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,આહવા:ગુજરાત ના માત્ર એક ગરીમથક સાપુતારા અને મહારાષ્ટ્ર ના સરહદી વિસ્તાર માંથી શંકાસ્પદ લાશ મળવાનો સીલસીલો યથાવત રહ્યો છે.સાપુતારા ટેબલ પોઈન્ટ ના સુસાઈડ પોઈન્ટ વિસ્તારમાં એક વ્યક્તિ ની લાશ ગાય ભેંસ ચરાવતા ગોવાડિયાની નજર પડતાં ગોવાડિયાએ સાપુતારા ના સામાજિક કાર્યકર્તા નો સંપર્ક સાધતા સુરેશ બાગુલે પ્રથમ સાપુતારા પોલીસ નો સંપર્ક કર્યો હતો.જેને લઇ સાપુતારા પોલીસ ધટના સ્થળે દોડી જતા આ બનાવ મહારાષ્ટ્ર માં થયો હોવાનુ જણાઇ આવતા આ બનાવ અંગે ની તપાસ ડાંગ અને મહારાષ્ટ્ર પોલીસ સહિત નોટીફાઇટ ના કર્મચારીઓ ને ઘટનાની જાણ કરવામાં આવી હતી.સાપુતારા પોલીસ સહિત વહીવટી તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યા હતા જયારે સ્થળ પર મળેલ અજાણી વ્યક્તિની શંકાસ્પદ લાશ પ્રથમ તબક્કે ડોકટરી તપાસ બાદ લાશ એક થી દોઢ મહિના ની હોવાનુ અનુમાન લગાવાયુ હોવાનુ બહાર આવ્યુ હતુ જે અંગે સાપુતારા સ્થાનિક પોલીસ અને મહારાષ્ટ્ર પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ શરૂ કરી હતી.અને પોલીસે લાશનો કબજો લઈ તેનાં પરિવારજનોની ઓળખ સહિત કયા સંજોગોમાં આ વ્યક્તિ અહીં મૃત હાલતમાં પડ્યો તેની તપાસ હાથ ધરી છે.હાલતો વ્યક્તિ નાં મોતનું કરણ અકબંધ છે.સાપુતારા પોલીસ અને મહારાષ્ટ્ર પોલીસે કાર્યવાહી આરંભી છે..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application