વનરાજ પવાર દ્વારા,તાપીમિત્ર ન્યુઝ,આહવા:એક મહિલા આપઘાત કરવા માટે ઝાડ ઉપર ચડી ગઈ હતી અને ઘણા પ્રયત્નો કર્યા પરંતુ ઝાડ ઉપરથી નીચે ઊતરતી ન હોવાનો કોલ મહિલા હેલ્પ લાઇન પર કર્યો હતો. આહવા પોલીસ સ્ટેશન સ્થિત રેસ્ક્યુ વાન ટીમ સાથે પહોંચી ઘણી સમજાવટ બાદએ મહિલાને ઝાડ પરથી નીચે ઉતારી બચાવી લેવામાં આવી હતી.બનાવની વિગત એવી છે કે,મૂળ કાલીદેવી વિસ્તારનું એક દંપતી મજૂરી અર્થે ડાંગ જિલ્લાના તાલુકા નજીકના ગામમાં રહેતા હતા.અને રોડ બનાવવાની કામગીરી કરી રોજગારી મેળવતો હતો.
મહિલા રેશમાબેન અને તેના પતિ છેલ્લા બે વર્ષથી લગ્નગ્રંથી જોડાયા હતા.તેઓના ગામથી રોજગારી અર્થે ડાંગ જિલ્લામાં આવેલ રેશમામાં બંને જણા પોતાનું વતન છોડી અહીં મજૂરી અર્થે આવવું પડ્યું હતું તેને ગમતું ન હતું અને અવાર નવાર પોતાના વતન જવા પતિ પાસે આગ્રહ કરતી હતી જેના કારણે પતિએ જણાવ્યું હતુ કે,આપણે રોજગારી મેળવવા આવ્યા છીએ થોડા પૈસા કમાઈને વતન જઈશું પરંતુ રેશમા ને એ ફાવતું નહીં હોવાથી બંને પતિ-પત્ની વચ્ચે આ બાબતને લઈને અવાર-નવાર ઝઘડાઓ થતા રહેતા આ બાબતને લઈને બંને પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો,જેથી રેશમા ને તેના પતિએ મારઝુડ કરતા તેનુ સ્વમાન ગવાયું હતું.અને પોતે આત્મહત્યા કરવા માટે ઝાડ ઉપર ચડી ગયેલ જેથી આજુબાજુના લોકો એકત્રિત થઇ ગયેલ અને તેને નીચે ઉતારવા પ્રયત્નો કર્યા પરંતુ એ નીચે ઉતરતી ન હતી.જેથી એક ત્રાહિત વ્યક્તિ એ 181 મહિલા હેલ્પલાઇનને કોલ કર્યો હતો.રેસ્ક્યુ ટીમ દ્વારા તેને ઘણી સમજાવટ બાદ સફળ રહ્યા હતા અને બંને દંપતીનું કાઉન્સિલિંગ કરી સમજ પૂરી પાડી હતી.અને ઝઘડા ઝઘડો નહીં કરવા તથા શાંતિથી રહેવા જણાવ્યું હતું રેશ્મા ના પતિ ને જણાવ્યું કે,થોડા દિવસ વતન પણ જઈ આવો જેથી તેને સારુ લાગે દંપતિ આ બાબતે તથા હવે પછી ઝઘડો નહીં કરે અને શાંતિથી રહે તેની ખાતરી આપી હતી.અને દંપતીને આગળની કોઈ કાર્યવાહી નહિ કરવી તેવું જણાવતા બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application