Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બુટલેગર બાબુ મારવાડીના પુત્ર અંકિતને ડેડીયાપાડા પોલીસે દબોચી લીધો:ત્રણ વર્ષથી હતો ફરાર

  • March 14, 2018 

તાપીમિત્ર ન્યુઝ,રાજપીપલા:૨૦૧૫ના વર્ષ થી પ્રોહિબિશન ના ગુનામાં અંકિત બાબુ માલી ( મારવાડી ) નાસતો ફરતો હોય ડેડીયાપાડા પી .એસ.આઈ.વી.એસ.ગઢવી તથા તેમની ટીમે બાતમીના આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નર્મદા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા ની સૂચના મુજબ ડેડીયાપાડા પોલીસ ની ટીમ માં પીએસઆઇ વી.એસ ગઢવી ,હેડ .કો.નીતિન કાંતિ ,અ.પો.કો .ચંદન સંપત ,તથા આંનદ ગુલાબસિંહ નાઓ ની ટિમ નશાબંધી અમલીકરણ બાબતે ડેડીયાપાડા પો .સ્ટે વિસ્તાર માં પેટ્રોલિંગ માં હતી તે સમયે બાતમી મળી કે  બુટલેગર બાબુ મારવાડીનો પુત્ર અંકિત મારવાડી થપાવી શામારપાડા રોડ તરફ આવવાનો છે જેથી પોલીસ ની ટીમ ત્યાં વોચ ગોઠવી હતી તે દરમિયાન આરોપી આવતા તેને અગાઉના પ્રોહિબિશન ના ગુના માં દબોચી લઈ અટક કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application