Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતી દ્વાર સ્નેહ મિલન તેમજ હોદ્દેદારોનો સન્માન સમારોહ યોજાયો

  • November 24, 2018 

વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,આહવા:ડાંગ જિલ્લામાં કોંગ્રેસ સમિતિ દ્વારા વઘઇ ખાતે નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલન સમારોહ તેમજ નવ નિયુક્ત હોદેદારો નો સન્માન સમારોહ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના પ્રભારી ડો.બિશ્રરંજન મોહંતી ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.વઘઇ શીત કેન્દ્ર ની સામે યોજાયેલા સ્નેહ મિલન સમારોહ માં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત ના પ્રભારી ડો. બિશ્ર્વરંજન મોહંતી એ દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ની શરૂઆત કરી હતી અને સમગ્ર જીલ્લા ના કોગ્રેસી કાર્યકરો તેમજ હોદેદારો ને નવા વર્ષની ની શુભેચ્છા સાથે આવનારૂ વર્ષ દરેક માટે શુભદાઇ નિવડે એવી શુભેચ્છા પાઠવી હતી જયારે હાલ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા નવ નિયુકત ગુજરાત પ્રદેશ ના હોદેદારો ને પુષ્પ ગુછં આપી સમ્માન કરાયુ કરી નવા વર્ષની શુભકામના પાઠવી હતી ને કોગ્રેસ સંગઠન માટે જોતરાઇ જવા માટે હાલક કરી હતી અને વધુ માં જણાવ્યુ હતુ કે ડાંગ વર્ષો થી કોંગ્રેસનુ ગડ છે.છતા પણ ભાજપ ને હલકામાં ન આકવાની કોંગી કાર્યકરો ને સલાહ આપી હતી.હાલ આવનાર 2019 માં લોકસભા ચૂંટણી ના પડધમ વાગી રહયા ત્યારે દરેક કોગ્રેસ કાર્યકરો એક થઇ ભાજપ ને જાકારો આપવાનો આ સમય આવી ગયો છે હાલ ભાજપ ના રાજ માં મોધવારી એ માજા મુકી છે ગુજરાત ના ખેડુતો ને પુરતી સહાય ન મળતા આત્મહત્યા ના બનાવ બની રહયા છે 10 લાખ બેરોજગાર ને રોજગારી આપવાની વાત કરતી મોદી સરકાર માત્ર બે લાખ બેરોજગારો ને નોકરી આપી શકી છે જયારે વર્તમાન ની ભાજપ સરકાર આદિવાસી ઓના અધિકારી છીનવી રહયા છે હાલ મોદીરાજ માં મોધવારી કુદકે ને ભુસકે વધી રહી છે જેને લઈ ગરીબ પરિવાર મુશ્કેલી વેઠવી રહ્યો છે જેના માટે હાલ આવનાર લોકસભા ની ચુંટણી માં બહોત હુઇ મહેગાઇ કી માર અબ નહિ ચાહીયે મોદી સરકાર ના નારા સાથે તમામ કોગ્રેસી કાર્યકરો એ સંગઠન ના કાર્યમાં જોડાઇ જવુ પડશે જયારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ મહેન્દ્ર્સિંહ સુરતિયા એ પોતાનો વ્યકત રજૂ કરતા લોકો ને હાકલ કરી હતી કે કોગ્રેસ ના રાજ માં ખેડુતો ને 73 હજાર કરોડ ની દેવા માફી કરવામાં આવી હતી જયારે હાલ ભાજપ ની સરકાર માં ખેડુતો ની હાલત દયનીય બનવા પામી છે જેના કારણે ગુજરાત નો ખેડુત બેહાલ બન્યો છે જેના કારણે ખેડુતો આત્મહત્યા કરી રહયા છે.હાલ ભાજપ ના સરમુખત્યાર શાહી વલણ ને માથી મુકતી મેળવા માટે કોગ્રેસ ના દરેક કાર્યકરો એ ખભેખભા મીલાવી ને 2019 ની લોકસભા ની ચુંટણી માં ભાજપ સરકાર ને જળમુડ થી ઉખેડી ફેકવા માટે બુથ લેવલ ની કામગીરી માં જોતરાઇ જવુ પડશે આ પ્રસંગે ધારાસભ્ય મંગળ ગાવિતે દરેક કાર્યકર્તા ઓને ભુતકાળ ના ભેદભાવ ભુલી ને આવનારી લોકસભા ની ચુંટણી ને ધ્યાને રાખી દરેક કાર્યકર્તા ઓને સંગઠન મજબૂત કરવા માટે હાકલ કરી હતી આ સ્નેહ મિલન સમારોહ પ્રસંગે ને શોભાવવા તેમજ નવા વર્ષની શુભેચ્છા પાઠવા મુખ્ય મહેમાન તરીકે બિરંજન મોહંતી માજી સાંસદ કિશન પટેલ વાંસદા ના ધારાસભ્ય અંનત પટેલ ધારાસભ્ય પુનાજી ગાવિત ધારાસભ્ય જીતુ ચૌધરી પ્રદેશ મંત્રી ઇલ્યાસ પ્રાણીયા તબરેજ અહેમદ સુર્યકાંત ગાવિત પ્રદેશ મહામંત્રી અજય ગામિત સહિત ખુણે ખુણે થી અનેક કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહયા હતા જયારે આ સ્નેહ મિલન સંમેલન ને સફળ બનાવવા માટે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ મોતીલાલ ચૌધરી એ ભારે જહેમત ઉઠાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application