Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠનની બેઠક યોજાઇ:"અબ બહોત હુઈ મહેંગાઈ અબ નહીં ચાહીયે મોદી સરકાર"ના નારા સાથે આંબેડકર ભવન ગુંજી ઉઠ્યું

  • November 23, 2018 

વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,આહવા:ડાંગ જિલ્લાના વડામથક આહવાના આંબેડકર ભવન ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠનની બેઠક ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સેક્રેટરી અને ગુજરાતના ઇન્ચાર્જ ડોક્ટર બિશ્ર્વરંજન મોહંતી ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.ડાંગ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દેવ દિવાળી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સેક્રેટરી તથા ગુજરાતના ઇન્ચાર્જ ડોક્ટર બિસ્વરંજન મોહંતી તેમજ ગુજરાતના મહામંત્રી હરેશ વસાવા,ધારાસભ્ય શ્રીમંગળભાઇ ગાવિત,પૂર્વ સાંસદ કિશન પટેલ તેમજ હાલમાં નિયુક્ત થયેલા ગુજરાત કોંગ્રેસ સમિતિ મંત્રી તબરેઝ અહેમદ (બબલુ) તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મોતીલાલ ચૌધરી,ડાંગ જિલ્લા બાંધકામ અધ્યક્ષ ચંદ્રરભાઈ ગાવિતના ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો.આ વેળાએ ખાસ ઉપસ્થિત રહેલ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સેક્રેટરી બિશ્ર્વરંજન મોહંતી સૌ કોંગ્રેસના કાર્યકર્તાઓ ને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી જણાવ્યું હતુ કે,આગામી 2019ની લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને સૌ કાર્યોકરોએ કોંગ્રેસ ના કામો,વિચારો લોકોના ઘર ઘર પહોંચે કોંગ્રેસ પાર્ટી 133 વર્ષ જૂની પાર્ટી છે એનો ઇતિહાસના ગુણ ગાન કરી.પાર્ટી માટે તન-મન-ધનથી કામે લાગી જવા અને એક મત થઈ 2019 ની લોકસભા ચૂંટણીમાં એક થવા આહ્વાન કર્યું હતું.જ્યારે કોંગ્રેસ સરકાર 2006માં હતી ત્યારે આદિવાસી ઓના જંગલ જમીન માટે અથાક પ્રયત્નો થકી ડાંગના જંગલમાં વસવાટ કરતા આદિવાસીઓને જંગલ જમીન ફાળવવામાં કોગ્રેસનો મહત્વનો ફાળો છે. વધુમાં કોગ્રેસ સમિતી ના સેક્રેટરી મોહિત દ્વારા રાફેલ ડીલ ના ધોટાળાઓ વિષે ભાજપાની સરકાર પર વારંવાર સભાઓમાં આકરા પ્રહારો કર્યા હતા.જેમાં એક શાયરી કહી "અબ બહોત હુઈ મહેંગાઇ અબ નહીં ચાહીએ મોદી સરકાર"ના નારા સાથે આંબેડકર ભવનમાં તાડીઓના ગળ ગળાટ થી હોલ ગુંજી ઉઠ્યું હતું.ત્યાર બાદ દરેક કાર્યકરોએ પાર્ટીનો ઇતિહાસ ભુલી પાર્ટી માટે તન મન ધન થી કામે લાગી જવા માટે સંબોધન થી પ્રયત્નો કર્યા હતા આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી મંગળભાઇ ગાવિતે પ્રાસંગિક પ્રવચન બાદ પાર્ટી ના પાયાના કાર્યકર્તાઓથી માંડીને ચુંટાયેલા જીલ્લા સદસ્ય તાલુકા સદસ્યઓને તથા કોંગ્રેસના પાયાના કાર્યકર્તાઓ જનમિત્રો દ્વારા જન સંપર્ક કરી 2019ની લોકસભાની ચૂંટણીમાં દિલ્હીમાં રાહુલ ગાંધી શાસન સ્થાપિત કરવા હાકલ કરી હતી.ડાંગ જિલ્લાના માજી સાંસદ કિશન પટેલ દ્વારા નવા વરાયેલા તાલુકા જીલ્લાના નવા વરણી થયેલા મંત્રી પ્રમુખોને એડી ચોટીનુ જોર લગાવી.લોકસભાની ચૂંટણીમાં બહુમતી થી જીતવા આહ્વાન કર્યું હતું.આ સંગઠનના કાર્યક્રમમાં પાર્ટી પ્રમુખ મોતીલાલ ચૌધરી બાંધકામ અધ્યકક્ષ ચંદરભાઇ ગાવિત કોગ્રેસ સુબિર તાલુકા પ્રમુખ બાબુભાઇ બાગુલ જીલ્લા સદસ્યો,તાલુકા સદસ્યો સરપંચો તથા તમામ કોગ્રેસી કાર્યકર્તાઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યાં હતાં.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application