Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ:પાંચ માસથી નાસતો ફરતો ફરાર આરોપી ઝડપાયો:વઘઇ પોલીસે એક્ટ્રોસીટી એક્ટ મુજબ ગુન્હો દાખલ કર્યો

  • November 23, 2018 

વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,આહવા:ડાંગ જિલ્લાના વધઇ વિસ્તારમાં સગીરાને લગ્નની લાલચ આપી પ્રેમ જાળમાં ફસાવી,આપઘાત કરવાના પ્રકરણમાં આખરે પોલીસને સફળતા મળી છે.વધઇ લોકલ પોલીસે આરોપીને તેના ધરેથી ઝડપી પાડી પાડ્યો છે,બનાવની વિગત એવી છે કે,વધઇ વિસ્તારમાં ધરકામ મજૂરી કરતા શ્રમજીવી પરિવારની એક સતર વર્ષ દશ માસની સગીરવયની તરુણીને ગુલફામ અકમલ શાહ નામના યુવકે લગ્નની લાલચ આપી પ્રેમ જાળમાં ફસાવી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા ત્યાર બાદ તરુણી ને લગ્નનીના પાડતા કંટાળી જઇ ૧ જુલાઈ નારોજ પોતાના ઘરે નાયલોનની દોરી બાંધી ગળે ફાસો ખાય આપઘાત કર્યો હતો,બનાવ અંગેની ફરીયાદ તેની દાદી શાંતિબેને એમ.નાયકાએ તા. ૫ જુલાઈએ વધઇ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.જેના આધારે ગુલફામ અકમલ શાહ વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો હતો અને વઘઇ પોલીસે અલગ અલગ ટીમો બનાવી ગુલફામ શાહ ને પકડવા શોધખોળ હાથ ધરી હતી.જેમાં આખરે પોલીસને પાંચ મહિના બાદ મોટી સફળતા મળી છે.આરોપી ગુલફામ શાહ નો વધઇ પોલીસે ૨૧ નવેમ્બર ના બુધવારે કબજો લઇ આઈપીસી કલમ ૩૦૬ તથા એટ્રોસીટી એકટની કલમ ૩,(૨),(૫) મુજબ ગુનો નોંધી.આગળની વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application