વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,આહવા:ડાંગ જિલ્લાના વડુ મથક આહવા ખાતે આવેલ પાણી પુરવઠા વિભાગની પચ્ચીસ વર્ષ જુની પાણીની ટાંકી જર્જરીત અને બિસ્માર બનતા આહવા ગાંધી કોલોનીના સ્થાનિકોમાં અકસ્માત થવાની ભીતિ સેવી રહયા છે તેમ છતાં પણ આ બાબતે તંત્ર આંખ આડા કાન કરી રહયુ છે જેને લઇ સ્થાનિકોમાં રોષની લાગણી પ્રસરી જવા પામી છે.અહીં જીલ્લાની દરેક કચેરીઓ આવેલી છે તેમ છતાં પણ આહવાની ગાંધી કોલોનીમાં પાણીની ટાંકી વર્ષોથી જર્જરીત હાલતમાં છે જયારે ભુકંપ ના આંચકા સર્જાય તો જર્જરીત ટાંકો ધરાશાય થાય તો મોટી દુર્ઘટના સર્જાઈ તેમા કોઈ બે મત નથી.અહીના સ્થાનિકો દ્વારા અવારનવાર મૌખિક અને લેખિત ફરિયાદો કરવા છતાં તંત્ર જાણે મોટી દુર્ઘટના ની રાહ જોઈ રહયુ હોય એવુ માલુમ પડી રહ્યું છે જેના કારણે આ માર્ગ પર થી અવર જવર કરતા રાહત દારીઓ તેમજ આજુબાજુમાં આવેલ મકાનો,તેમજ રાહદારીઓને અને વિદ્યાર્થીઓ માથે એક મોટો ખતરો ઉભો થયો છે.ગાંધી કોલોની વિસ્તાર માં પચ્ચીસ વર્ષ જૂની પાણીની મોટી ટાંકી સરકારશ્રીની યોજના દરમ્યાન બનાવવા માં આવી હતી જે ટાંકી હાલ એટલી હદે જર્જરીત અને બિસ્માર બનવા પામી છે કે અહીં ના કોલોનીના લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે,ટાંકી છેલ્લા પચ્ચીસ વર્ષ થી બિન ઉપયોગી છે અને વાવાઝોડું ના સમયે આખી ટાંકી હલે છે છતાં પણ વારંવાર રજૂઆત કરવા છતાં પણ અધિકારીઓ ધ્યાન દોર્યું નથી એવામાં આ ટાંકા ની પરિસ્થિતિ સંપૂર્ણ પણે નબળી જણાઇ રહી છે જો એવામાં હાલ ભુકંપ ના આચકા સર્જાઈ તો મોટી દુર્ઘટના સર્જાઈ એ નકારી શકાય તેમ નથી.આ જર્જરીત બનેલ વરસો જુનુ પાણી નો ટાંકો ધરાશાયી થઈ શકે છે જેના કારણે ગંભીર અકસ્માત ની પરિસ્થિતિ પણ સર્જાય શકે એમ છે જયારે આ ટાંકા નજીક રહેતા લોકોએ અનેક વાર ટાંકો તોડી પાડવાની લેખીત રજુઆતો કરી રહ્યા છે તેમ છતાં પણ જવાબદાર તંત્ર દ્વારા આજદીન સુધી લોકો ની રજુઆત ને ધ્યાને લેવાઇ નથી જેને લઈ તંત્ર સામે આ વિસ્તારના લોકો રોષ ઠાલવી રહયા છે.આ ટાંકો જો અચાનક ધરાશાયી થાય તો અકસ્માત ના કારણે જાનહાની થવાની નોબત ઉભી થઈ શકે એમ છે જેના માટે તંત્ર દ્વારા ટાંકા ની મજબુતાઇ અંગે નો યોગ્ય સર્વે કરી આવનારા દિવસો મા કોઈ મોટો અકસ્માત સર્જાય એ પહેલા બિસ્માર બેનેલ ટાંકા ને તાત્કાલિક તોડી પાડવા ની તજવીજ તંત્ર હાથ ધરે એવી આ વિસ્તારના લોકો ની માંગ ઉઠવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application