વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,આહવા:ખેલ મહાકુંભની રાજય કક્ષાએ અંડર ૭માં ખો ખોની રમતમાં સુબિર તાલુકાની બિલિઆંબા પ્રાથમિક અને માધ્યમિક શાળાના બાળકોએ ગોલ્ડ મેડલ જીત્યો હતો.ખેલ મહાકુંભ ૨૦૧૮ ની રાજ્ય કક્ષાની રમત અમરેલી જિલ્લાના વડિયા ખાતે યોજવામાં આવેલ હતી.જે સ્પર્ધા ની શરૂઆત તા.૧૬ નવેમ્બર થી ૨૧ નવેમ્બર ૨૦૧૮ દરમિયાન યોજવામાં આવી હતી.તેમાં ૪૨ જેટલી ટીમોએ ભાગ લીધો હતો.જેમાં ડાંગ જિલ્લાના સુબિર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ બિલીઆંબા પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ જીલ્લા કક્ષાની ખેલ મહાકુંભની ખો-ખો ની રમતમાં વિજેતા થઇ અમરેલી જિલ્લાના વડિયા ખાતે રમત રમવા ગઇ હતી.જેમા અનુક્રમે પ્રથમ વલસાડ, અમદાવાદ(ગ્રામ્ય)અને ભાવનગરની ટીમો ને હરાવી બાદ લિંગમરચ,અરવલ્લી,પંચમહાલની ટીમોને હરાવી ડાંગ જિલ્લાની ટીમે સેમીફાઈનલમાં અમરેલી ની ટીમને પણ માત આપી હતી.જેમાં આખરે ખો-ખો ની ફાઇનલ મેચ તાપી અને ડાંગ જિલ્લાની બિલીઆંબા સ્કુલના બાળકો સાથે રમાઇ જેમાં ડાંગ જિલ્લાના વિદ્યાર્થીઓએ તાપી જીલ્લાની ટીમને હરાવી ચેમ્પિયન બની હતી. ડાંગ જિલ્લાને ગોલ્ડ મેડલ અપાવી ડાંગ જિલ્લા નુ નામ સમગ્ર રાજ્યમાં રોશન કર્યું હતું. જે બદલ રમત-ગમત સંકુલ અને ડાંગ જિલ્લા ના અધિકારીઓએ તથા શાળાના આચાર્યો દ્વારા ખુબખુબ અભિનંદન પાઠવ્યા હતાજેમાં કોચિંગ કોચ રસિકભાઇ,વિમલભાઇ તથા શાળા ના સ્ટાફે પણ અભિનંદન પાઠવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application