Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લામાં સાવરે ઠંડી,બપોરે ગરમી અને સાંજના સમયે વરસાદી માહોલ:ડાંગરના પાકને નુકશાનની શક્યતા..

  • November 21, 2018 

વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,આહવા:ડાંગ જિલ્લાનાં પૂર્વ પટ્ટી વિસ્તારમાં સુબિર સહિતનાં પંથકોમાં આજરોજ સાંજના સમયે મધ્યમ વરસાદ તો કેટલાક વિસ્તારોમાં હલકી બંદો સાથે વરસાદ વરસ્યો હતો.જયારે ચિંચલી,ગારખડી,ધવલીદોડ સહિતના પંથકોમાં સાંજના સમયે અમીછાટણાઓ સ્વરૂપનો વરસાદ પડતાં આ વિસ્તારનાં ગામડાઓમાં ઠંડકતા ની શીત પ્રસરી જવા પામી હતી.રાજયના છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં ઋતુચક્રએ ત્રિવેણી સંગમ રચતા અહી સવારે ઠંડી તો બપોરે ગરમી અને સાંજે વરસાદી માહોલનો અનુભવ કરાવ્યો હતો.બુધવારે સાંજના ટાંણે અહીનુ વાતાવરણ ખુશનુમા બની ગયું હતું.સાંજના સમયે ડાંગ જિલ્લાના સુબિર સિંગાણા,પિપલદહાડ સહિતનાં પંથકમાં હલકા વેગે પવનનાં સુસવાટા સાથે વરસાદ પડતાં સર્વત્ર ગામડાઓમાં હળવા તડકામાં અમી છાટણાઓ પડતાં અહીના ગામડાઓનુ વાતાવરણ ઠંડુ બની ગયુ હતું,સુબિર તાલુકાના વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા અમુક વિસ્તારોમાં પાણી પાણી થઈ ગયુ અને કયાક અમી છાટણાઓ સ્વરૂપનો વરસાદ તુટી પડતાં સુબિર તાલુકાના આજુબાજુના વિસ્તારમાં લોકોને ડાંગરના પાકને નુકસાન થવાની ભીતિ પણ છવાઈ જવા પામી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application