વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,આહવા:સાપુતારાને સામગાહન વચ્ચે અંતરરાજ્ય ધોરીમાર્ગ પર કપાસિયા તેલ ભરેલુ ટેન્કર પલટી જતા ચાર કલાક ટ્રાફિક જામ સર્જાયો હતો.મંગળવારે મહારાષ્ટ્રના પાથરડી તરફથી ઓઇલનો જથ્થો ભરી અમદાવાદ તરફ જઈ રહેલુ ટેન્કર નંબર જીજે-૦૩-એટી-૧૯૯૬ માલેગામ ધાટમા ચાલકે અચાનક સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતા તેલનો જથ્થો ભરેલુ ટેન્કર પલટી મારી ગયું હતું ટેન્કર પલટાતા ધટનાસ્થળે ટેન્કરનો વાલ્વ ખુલી જતા માર્ગ ઉપર કપાસિયા તેલની નદી વહેવાની સાથે ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતના બનાવમાં ટેન્કર માંથી તેલ ઢોળાઇ જતા જંગી નુકસાન થયું હતું જ્યારે વાહનચાલક અને ક્લીનર અકસ્માત બાદ ભાગી ગયાની માહિતી મળી હતી.આ બનાવમાં ટેન્કર માંથી કપાસિયા તેલ જથ્થો માર્ગ પર ઢોળાઇ જતા ઢોળાવ અને ઉતરાણ વાળો માર્ગ જોખમી બની જતા બપોરે ચારેક કલાક ટ્રાફિક જામ સ્થિતિ વકરી હતી.જોકે બાદમાં સાપુતારા પોલીસની ટીમે પહોંચી જતાં ટેન્કરને માર્ગ પરથી ખસેડી લેતા વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો.સાપુતારા થી જેસીબી મશીન મંગાવી માર્ગ પર ચોવીસ હજાર લીટર તેલથી અકસ્માત ન સર્જાય તે હેતુથી માટી પાથરી માર્ગ પર પૂર્વવત કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application