Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વઘઇના આશાનગરમાં પાણીની ટાંકીની હાલત "આજ પડુ કાલ પડુ":લોકોના માથે તોળાઈ રહ્યો છે અકસ્માતનો ભય.

  • November 17, 2018 

વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,આહવા:ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર વઘઇ ખાતે આવેલ આશાનગર વિસ્તારમાં સત્તર વર્ષ જુની પાણીની ટાંકી જર્જરીત અને બિસ્માર હાલતમાં હોવાથી કોઇ મોટો અકસ્માત સર્જાઈ તે પહેલાં સરકારી તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં માંથી જાગે એ જરુરી બન્યુ છે.અહીં રહેતા લોકો અકસ્માત થવાની ભીતિ સેવી રહયા છે તેમ છતા પણ આ બાબતે તંત્ર આખ આડા કાન કરી રહયુ હોય એમ લોકો અહેસાસ કરી રહયા છે.જો ભુકંપ ના આંચકા સર્જાય તો જર્જરીત ટાંકો ધરાશાય થાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે જેના કારણે આ માર્ગ પર થી અવર જવર કરતા રાહદારીઓ તેમજ વિદ્યાર્થીઓ ભયભીત થઈ રહયા છે.વઘઈ ખાતે આવેલ આશાનગર વિસ્તાર માં 17 વર્ષ પુર્વે પાણીની મોટી ટાંકી બનાવવા માં આવી હતી જે ટાંકી હાલ એટલી હદે જર્જરીત અને બિસ્માર બનવા પામી છે કે ટાંકીનાં પાયા ના સળીયા દેખાય રહયા છે અને સળીયા પણ કાટ ખાઇ જતા હાલ આ ટાંકા ની પરિસ્થિતિ સંપૂર્ણ પણે નબળી જણાઇ રહી છે જો હાલ વઘઇ નજીક આવેલા વાસંદા તાલુકામાં વારંવાર ભુકંપ ના આચકા સર્જાતા રહે છે જો ભુકંપ ના આંચકા ની અસર જો વઘઇ ની આજુબાજુ માં સર્જાય જાય તો આ જર્જરીત બનેલ વરસો જુનુ પાણી નો ટાંકો ધરાશાયી થઈ શકે છે જેના કારણે ગંભીર અકસ્માત ની પરિસ્થિતિ પણ સર્જાયા શકે એમ છે આ વિસ્તારમાં ટાંકા નજીક રહેતા લોકોએ અનેક વાર ટાંકો તોડી પાડવાની લેખીત રજુઆતો કરી રહ્યા કરી છે તેમ છતા પણ જવાબદાર તંત્ર દ્વારા આજસુધી લોકોની રજુઆત ને ધ્યાને લેવાઇ નથી જેને લઈ તંત્ર સામે આ વિસ્તારના લોકો રોષ ઠાલવી રહયા છે.હાલઆ ટાંકીની આસપાસ રહેણાંક વિસ્તાર તેમજ અવરજવર માટેનો રસ્તો પણ આવેલો છે જે માર્ગ પરથી વઘઇ પોલીટેકનીક કોલેજ ના વિદ્યાર્થીઓ તેમજ રાહદારીઓ પણ આજ રસ્તે થી પસાર થતા હોય છે.જયારે આ જર્જરીત અને બિસ્માર બનેલ આ ટાંકો જો અચાનક ધરાશાયી થાય તો અકસ્માત ના કારણે જાનહાની થવાની નોબત ઉભી થઈ શકે એમ છે જેના માટે તંત્ર દ્વારા ટાંકા ની મજબુતાઇ અંગે નો યોગ્ય સર્વે કરી આવનારા દિવસો મા કોઈ મોટો અકસ્માત સર્જાય એ પહેલા બિસ્માર બેનેલ ટાંકા ને તાત્કાલિક તોડી પાડવા ની તજવીજ તંત્ર હાથ ધરે એવી આ વિસ્તારના લોકોની માંગ ઉઠવા પામી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application