Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પતિ પત્ની ઓર વોહ ના ચક્કર માં ફસાયેલા ડેડીયાપાડા પોલીસ મથકના કોન્સ્ટેબલ વિરુદ્વ પત્નીએ ફરિયાદ આપતા પોલીસ બેડામાં ખળભળાટ 

  • March 13, 2018 

તાપીમિત્ર ન્યુઝ,રાજપીપલા :રાજપીપલા મહિલા પોલીસ મથકે એક દિવશ પહેલાજ તિલકવાડા મામલતદાર ના મહિલા ક્લાર્કએ સાસરિયા દહેજ માટે ત્રાસ આપવાની ફરિયાદ આપી છે તેની શાહી સુકાય નથી ત્યાં ડેડીયાપાડા પોલીસ મથકના કોન્સ્ટેબલ પ્રકાશ સુરપસીંગ વિરુદ્ધ વસાવાની પત્ની રંજનબેને મહિલા પો.સ્ટે.ના દ્વાર ખખડાવ્યા છે જેમાં રંજનબેને આપેલી ફરિયાદ મુજબ પતિ પ્રકાશ ડેડીયાપાડા પોલીસ માં કોન્સ્ટેબલ છે અને પોતે રંજનબેન હયાત હોવા છતાં તેમની મંજૂરી લીધા વગર કે છૂટાછેડા આપ્યા વગર સાગબારા તાલુકાના દુઘલીવેર ગામે તુલસીબેન ઈશ્વર વસાવા સાથે પતિ ,પત્ની તરીકે રહેતા હોય રંજનબેન તથા તેના મોટા દીકરાને એકલા છોડી મૂકી અન્ય સ્ત્રી તુલસી સાથે રહી હયાત પત્નીને કોઈ આર્થિક મદદ ન કરી માનસિક ,શારીરિક ત્રાસ આપી છૂટાછેડા ની ધમકી આપતો હોવાની રંજનબેન ની ફરિયાદ ના આધારે મહિલા પોલીસે ગુનો નોંધી પ્રકાશ અને તુલસી વિરુદ્ધ ફરિયાદ લઈ વધુ તપાશ હાથ ધરી છે તપાશ પીએસઆઈ-એ.એસ.વસાવા કરી રહ્યા છે .


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application