વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,આહવા:ભાજપ સરકાર દ્વાર કરેલ નોટ બંધી નિષ્ફળ નિવડી હોવાના વિરોધમાં ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આહવા કલેકટર કચેરીની સામે ધરણા વિરોધ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કર્યું હતું.ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આપેલ આદેશ અનુસાર સમગ્ર ગુજરાતમાં કેન્દ્ર ની ભાજપ સરકારે કરેલ નોટ બંધી નિષ્ફળ નિવડી હોવાના વિરોધ પ્રદર્શન ના સર્મથન માં ડાંગ જિલ્લા કોંગ્રેસી સમિતિ ના કાર્યકરો પણ જોડાયા હતા જેમાં ડાંગ જીલ્લા કોગ્રેસ પ્રમુખ મોતીલાલ ચૌધરીની આગેવાની હેઠળ કલેકટર કચેરી ની સામે ભાજપ ની નોટ બંધી ની નિષ્ફળતા બાબતે ધરણા વિરોધ પ્રદર્શન કર્યુ હતુ જે ધરણા પ્રદર્શન કરતી વેળા એ કોગ્રેસ પ્રમુખ મોતીલાલ ચૌધરી એ જણાવ્યુ હતુ કે 8 મી નવેમ્બર 2016 ની રાત્રે અવિચારી મનસ્વી અને આપખુદી રીતે વડા પ્રધાનને રૂ 15.44 લાખ કરોડ ના ચલણી નાણા ને રદ કરવાનો નિર્ણય કર્યો હતો આંતકવાદ ને નાથવા કાળુ નાણુ નાબુદ કરવા તેમજ નકલી ચલણી નોટો ને નાબુદ કરવાના જણાવેલ નોટબંધી ના ઉદ્દેશો પૈકી એક પણ ઉદ્દેશ સિદ્ધ થતો નથી તેનાથી વિપરીત નવી ચલણી નોટો છાપવાનો રૂ 7965 કરોડ શો ખર્ચ થયો છે આ તધલખી ફરમાન થી હકીકત માં તો લધુ મધ્યમ ઉધોગો ક્ષેત્ર ને મરણોત્તર ફટકો પડયો છે માટે જેમાં રોજીદી આવક વાળા કરોડો લોકોએ રોજગારી ગુમાવી ભારતીય અર્થતંત્ર ને જીડીપી વિકાસ ના 1.5% નુ નુકશાન આ સરમુખત્યારી નિર્ણય થી 100 થી વધુ લોકો આ જીવ ગુમાવો પડયો છે જેના થકી બે વર્ષ થી ભારત ના પ્રજા જનોની કફોડી હાલત પરિસ્થિતિ ને ધ્યાને લઈ આ સંજોગોમાં રાજયમાં તમામ જિલ્લાઓમાં નોટબંધી નિષ્ફળતા અંગે ધરણાના કાર્યક્રમ યોજાયો હતો આ ધરણા વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં બાંધકામ અધ્યક્ષ ચંદર ગાવિત ઉપ પ્રમુખ હરીશ બચ્છાવ વધઇ તાલુકા પ્રમુખ વસંત તુંબડા મહિલા પ્રમુખ લતાબેન ભોયે ન્યાય સમિતિ અધ્યક્ષ હિનાબેન સુરતીના તેમજ કોગ્રેસી આગેવાન મનોજ સુરતક સહિતના કોંગી આગેવાનો સાથે કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application