Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ:કળંબ ડુંગર પર દિવાળીના નવા વર્ષ નિમિતે રંગેચંગે ઉજવણી કરવામાં આવી..

  • November 10, 2018 

વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,આહવા:ડાંગ જિલ્લાના પ્રકૃતિના ગોદમાં આવેલા પૌરાણિક સ્થળ કળંબ ડુંગર ઉપર દિવાળીના નવા વર્ષ નિમિત્તે રંગેચંગે ઉજવણી કરવામાં આવી ડાંગ જિલ્લાના પ્રકૃતિના ગોદમાં આવેલા પૌરાણિક સ્થળ કળંબ ડુંગર ઉપર દિવાળીના નવા વર્ષ નિમિત્તે રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. લીલીછમ વનરાજી અને ડુંગરાળ વિસ્તારમાં આવેલ પૌરાણિક સ્થળ કળંબ ડુંગર પર દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ નૂતન વર્ષનું આદિવાસી પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ડાંગ પંથકના આદિવાસીઓ ઉપરાંત પડોશી રાજ્યોના અસંખ્ય ભાવિક ભક્તોએ કળંબડુંગર પર નિવાસી માવલીના દર્શન કરી એકબીજાને નવા વર્ષની શુભેચ્છા આપી હતી.આ પ્રસંગે આદિવાસી ઓ સ્વયંભૂ પોતપોતાની સંસ્કૃતિનું સંગીત વાદ્ય લઈ પાવરી વાદન, કહાડયા નૃત્ય, ઠાકરે નૃત્યની રાતભર રમઝટ બાદ પરોઢે ડુંગરની ઓથમાં બિરાજેલ માવલી માતાના દર્શન-પુજાવિધિ કર્યા બાદ ઉપસ્થિત આદિવાસીબંધુઓ એકબીજાને નૂતન વર્ષની શુભેચ્છા આપી આખુ વર્ષ મંગલમય પસાર થાય તેની કામના કરે છે..


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application