વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુસ,આહવા:આહવા તાલુકામાં સમાવિષ્ટ ગલકુંડ ગામ નજીકના ખાપરી નદી ઉપર આવેલ ચેકડેમ માં ગત સોમવારે એક આશાસ્પદ યુવાનનું ડૂબી જવાથી મોત નિપજવાની જાણ સાથે ડાંગ વહિવટતંત્રની ટીમે તપાસ હાથ ધરી હતી,જોકે શંકા સાચી પડતા આ યુવાનની લાશ ડીકંપોઝ હાલતમાં ગુરુવારે સવારે ચેકડેમમાં તરતી જોવા મળતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી
મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં સમાવિષ્ટ ગલકુંડ ગામ પાસેની ખાપરી નદી ઉપર બનાવેલ પાણી પૂરવઠાના ચેકડેમમાં ડૂબી જનાર મૂળ પાયરપાડા ખેર્યા ફળિયાનો યુવાન નામ રવિન્દ્ર ભાઈ દતુભાઈ ભોયે (ઉ.વ.20)જે ટી.વાય.બી. એ.માં અભ્યાસ કરતો હોય અને થોડા દિવસ પૂર્વે ઘરે આવ્યો હતો,જે મિત્રો સાથે ગત સોમવારે ગલકુંડ ગામ પાસેની ખાપરી નદી ઉપર આવેલ ચેકડેમ પાસે પાર્ટી કરી નાહવા પડ્યો હતો,અને અહીં તે ન દેખાતા.શોધખોળ કરી શંકા વ્યક્ત કરાઈ હતી.જેના સઁદર્ભે ગત સોમવારથી ગ્રામજનો અને ડાંગ વહિવટી તંત્રની ટીમે શોધખોળ આરંભી હતી,અને તેના મિત્રોના નિવેદનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.પરંતુ અહીં યુવાન ખરેખર ડૂબી જવાથી જ મોત થયું કે અન્ય કોઈ કારણોસર અથવા ગુમ થયેલ જેવી શંકાઓ ઘેરી બનતા આ ઘટના ગ્રામજનો સહિત મૃતકના પરિવાર માટે એક કોયડો બની ચુકી હતિ.ત્યારે ગુરુવારે વહેલી સવારે ગલકુંડ નજીકના ખાપરી નદી ઉપર આવેલ ચેકડેમ જ્યાં આ આશાસ્પદ યુવાન અને મિત્રો નાહવા પડ્યા હતા,તે જગ્યાએ ચાર દિવસ બાદ ડી કંપોઝ લાશ કોઈકને તરતી દેખાય ગઈ હતી, જેની જાણ ગામના આગેવાનોને અને મૃતકના પરિવારજનોને કરતા આગેવાનોએ સાપુતારા પોલિસને જાણ કરી હતી.વહીવટી તંત્રની ટીમ ઘટના સ્થળે ઘસી ગઈ હતી. અને લાશને કાઢી પી.એમ. માટે ગલકુંડ પી.એચ.સી.ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.વધુમાં આ યુવાનનું મુત્યુ ખરેખર ડૂબી જવાથી થયું છે કે અન્ય કારણોસર થઇ છે જે પી.એમ.રિપોર્ટ બાદ જ ખરેખર માલુમ પડશે,હાલમાં સાપુતારા પોલીસ મથકના પીએસઆઈ એમ.વી.મોઢવાનીયાએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application