વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,આહવા:કેવડિયા કોલોની ખાતે યોજાયેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીના અનાવરણ કાર્યક્રમનો ડાંગના આદિવાસી પરિવારોજનોઓએ એક દિવસ ચુલો ન સળગાવી અનોખો વિરોધ પ્રદર્શન કરી જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપ્રત કર્યુ હતુ બાદમાં આદિવાસી સંગઠન દ્વારા વેપારી મંડળને એક દિવસ બજાર બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી હતી
ગુજરાત ના કેવડીયાકોલોની ખાતે નિર્માણ પામેલ સ્ટેચ્યૂ ઓફ યુનીટ નામ ની પ્રતિમાનુ આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અનાવરણ થઈ રહયુ છે જેને લઈને અખિલ ભારતીય આદિવાસી સંગઠન દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનીટીના કાર્યક્રમનો ઠેરઠેર વિરોધ પ્રદર્શન કરાઈ રહયો છે જે વિરોધ પ્રદર્શનમાં ડાંગ જીલ્લાના આદિવાસી સંગઠન પણ જોડાયુ છે,જેમાં આદિવાસી સમાજના લોકો સાથે વર્તમાન સરકાર દ્વારા થતા અન્યાય અને વિવિધ પ્રશ્નો ના મુદ્દે સ્ટેચ્યુ ઓફ યુનીટી કાર્યક્રમનો આદિવાસી પરિવાર જનોએ એક દિવસ ચુલો ન સળગાવી અનોખો વિરોધ પ્રદર્શન કરી ડાંગ કલેક્ટર બી.કે.કુમાર ને આવેદનપત્ર સુપ્રત કર્યુ હતુ જે આવેદનપત્ર સુપ્રત કરતી વેળા આદિવાસી સંગઠનના હોદેદારોએ જણાવ્યુ હતુ કે,સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરી સ્ટેચ્યુ ઓફ યુનીટી નામ ની પ્રતિમાનુ નિર્માણ કરી રહી છે પણ આદિવાસી સમાજ ને લગતા વિવિધ પ્રશ્નોનો સરકાર કોઈપણ જાત પશ્ર્ન નો નિરાકરણ લાવતી નથી ફકત મોટા મોટા તાઇફાઓ કરવામાં હમેશા વ્યસ્થ રહેતી ભાજપ સરકાર હાલ સ્ટેચ્યુ ઓફ યુનીટી ના નિર્માણ સ્થળે થી અનેક આદિવાસી પરિવાર જનોને ઉઠાડવા માં આવ્યા છે તેવા પરિવાર જનોને સરકાર દ્વારા આજ સુધી વળતર ચુકવામાં આવ્યુ નથી તેમજ શિડીયુલ -(5) વિસ્તારએ આદિવાસીઓનો રિઝર્વ એરિયા છે તેમાં કોઈપણ કાર્યક્રમો કે જમીન મેળવવા રૂઠીગત ગ્રામ સભાનો ઠરાવ લેવો પડે છે તેમજ ડાંગમાં વસતા આદિવાસી સમાજના લોકોએ પણ સાપુતારા ગીરીમથક ના વિકાસ માટે મહામુલી ખેતીની જમીન નો સરકાર ને અર્પણ કરી છે તેવા અસરગ્રસ્ત વિસ્તાપીતોને આજ સુધી જમીનનો કબજો સરકાર દ્વારા આપવામાં આવ્યો નથી તેમજ સાપુતારા ના વિસ્તાપીતો ને ચુંટણીમાં મતદાન માટે અલગ ગ્રામ પંચાયતની વ્યવસ્થા કરાઇ નથી સાપુતારા ખાતે જે ખેડુતો ની સાપુતારા ના જમીન વિકાસ માં ગયેલ છે તેઓને અસરગ્રસ્ત ના દાખલાઓ આપવા તથા વળતરની પુરી રકમ ચુકવી જોઇએ તેમજ સાપુતારા ના અસરગ્રસ્ત ખેડુતો ના બાળકો ને 10×10 ફુટ ના પ્લોટ તાત્કાલિક ધોરણે ફાળવવા જોઈએ તેમજ આદિવાસીઓને વન અધિકારી અધિનિયમ 2006 મુજબ જમીનો આપવામાં આવેલ નથી અને સરકાર દ્વારા આદિવાસીઓનુ શોષણ થઈ રહયુ છે જેવા વિવિધ પ્રશ્નો ની માંગ સાથે કલેકટરશ્રી ને આવેદનપત્ર સુપ્રત કર્યુ હતુ જયારે સ્ટેચ્યુ ઓફ યુનીટીના અનાવરણ કાર્યક્રમના વિરોધમાં ડાંગ જિલ્લાના આદિવાસી સંગઠન દ્વારા વઘઇ,આહવા,સુબીર સાપુતારા ખાતે બંધ પાડવા માટે અપીલ કરી હતી પણ વધઇ,આહવા,સુબીર ખાતે વેપારી મંડળ દ્વારા બંધ પાડવા અંગેનો કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો જયારે સાપુતારાના મૂળ આદિવાસી વિસ્થાપિતો ના વર્ષો જુના પ્રશ્ર્નો ના નિરાકરણ ન આવતા આદિવાસી સંગઠન દ્વારા શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરી ગીરીમથક સાપુતારા નાના મોટા વેપારીઓને સંપૂર્ણ દુકાનો બંધ રાખીને સરકારના સ્ટેસ્યુ ઓફ યુનીટીના કાર્યક્રમનો વિરોધ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application