વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,આહવા:
વઘઇ રેંજ માં સમાવિષ્ટ ૩૦૨ ના કમ્પાર્ટમેન્ટને અડીને આવેલ નિવાસી શાળા ના ખંડેર મકાન માંથી નર દિપડો મૂત હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
મળતી માહિતી મુજબ વધઇ રેંજમાં આવેલ એક નિવાસી શાળા ના ખંડેર મકાનમાં અંદાજે દોઢ વર્ષ નો નર દિપડો ડિકમ્પોઝ હાલતમાં મળી આવ્યો હોવાની બાતમી વન વિભાગને મળતા વધઇ વન વિભાગ ની ટીમે તત્કાલીક ધોરણે ધટના સ્થળે પહોંચી જઇ ને વન વિભાગ ની ટીમે મૃત દિપડા નો પંચ કેશ કરી ને મૃતક દિપડા નો કબ્જો લઇ દીપડાના મૃત્યુ નુ સાચુ કારણ જાણવા માટે દીપડાના અંગોને એફએસસેલ રીપોર્ટ માટે મોકલી ને વધુ તપાસ હાથ ધરી હતી.જ્યારે વધઇ વન વિભાગ દ્વારા પ્રાથમિક તપાસ કર્યા બાદ દિપડા નુ મૃત્યુ કોઇ બિમારીના કારણે થઇ હોવાનું જાણવા મળેલ છે.જ્યારે આ દિપડા ના મૃત્યુ ધટના બનાવ અંગે ની વધુ તપાસ એ.સી.એફ દિનેશ રબારી તેમજ આરએફઓ વાધેલાએ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application