વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,આહવા:ડાંગ જિલ્લા આહવા પોલીસ તાલીમ સેન્ટર ખાતે ૩ દિવસીય સમર્પણ ધ્યાન ના પ્રણેતા શ્રી શીવકૂપાનંદ સ્વામિ પ્રેરિત શિબિરનુ આયોજન કરવામાં આવ્યું હતું.આહવા પોલીસ તાલીમ ભવનમાં સ્વામી શ્રી શીવકૂપાનંદ દ્વારા ૮૦૦ વર્ષથી હિમાલયમાં સમાજ માટે ગુરુ શકિતઓએ નિર્મિત કરેલ ધ્યાનની અત્યંત સરળ પદ્ધતિ,તેની ઉપયોગીતા અંગે લોકોને સ્વામીજીએ સરળ સમજ આપી.ઇશ્વર એક છે સર્વ જ્ઞાતિ,લિંગ,દેશ,રંગ થી ઉપર ઉઠયા બાદ જ અધ્યાત્મ (ધર્મ) ની શરૂઆત થાય છે સ્વ અનુભવ આધારીત લોકોને સંદેશ આપવામાં આવ્યો હતો.શીવકૂપાનંદ સ્વામિ દ્વારા ચાલુ વર્ષ"રક્ષક વર્ષ "તરીકે દુનિયામાં ઉજવવાનુ ચાલુ છે ત્યારે આર્મી,પોલીસ તથા વન વિભાગ ના રક્ષકો કેવી રીતે પોતાની રક્ષા ધ્યાન માર્ગથી કરી શકે તેની પદ્ધતિ શીખવવામાં આવી હતી શિબિરમાં ડીસીએફ તથા ડીવાયએસપી સહીત લોકોએ ભાગ લઈ ધન્યતા અનુભવી,આ શિબિરનુ સંચાલન શ્રીમતી ભાવનાબેન ત્રિવેદી,ફીલીપભાઇ અને સાધકો દ્વારા કરવામાં આવ્યુ હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application