Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાના આ ફળીયામાંથી જુગાર રમતા ૮ ઈસમો પકડાયા, પોલીસે ૭૯ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો

  • September 07, 2021 

વ્યારાના સિંગી ફળીયામાંથી ગંજી પાનાનો જુગાર રમતા ૮ ઈસમોને તાપી જિલ્લા એલસીબી ઝડપી પાડી જુગારના સાધનો અને રોકડ રકમ મળી કુલ રૂપિયા ૭૯ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

 

 

 

 

તાપી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચના માણસોને સોમવારે મળેલ બાતમીના આધારે વ્યારાના સિંગી ફળીયામાં રહેતા ભુપેન્દ્રભાઈ રામભાઈ પટેલના ઘરમાંથી ગંજીપાનાંનો જુગાર રમતા ૮ ઈસમોને રકડ રકમ તથા જુગારના સાધનો ૨ મોટર સાયકલ, મોબાઈલ નંગ-૫ મળી કુલ રૂપિયા ૭૯,૧૫૦/-ના મુદ્દામાલ સાથે આઠ જુગારીયાઓને એલસીબી પોલીસની રેડમાં ઝડપી પાડવામાં આવ્યા હતા.બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ ધર્મેશભાઈની ફરિયાદના આધારે જુગાર રમતા ઝડપાયેલા આઠેય ઈસમો વિરુદ્ધ જુગારધરાની કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 

 

 

 

જુગાર રમતા પકડાયેલા ઈસમો

 

  1. આનંદભાઈ ચંદરભાઈ પગારે રહે, સિંગી ફળિયું-વ્યારા
  2. અશ્વિનભાઈ નવીનભાઈ ગામીત રહે, ઇન્દુ ગામ-વ્યારા
  3. કાંતુભાઈ પ્રેમાભાઈ પટેલ રહે, તાડકુવા-વ્યારા
  4. મુકેશભાઈ ભીમરાવભાઈ પાટીલ રહે, સિંગી ફળિયું-વ્યારા
  5. વિવેકભાઈ નરેશભાઈ ચૌધરી રહે, સિંગી ફળિયું-વ્યારા
  6. ભુપેન્દ્રભાઈ રામભાઈ પટેલ રહે, સિંગી ફળિયું-વ્યારા
  7. મુકેશભાઈ બાસુદેવ પ્રસાદ રહે, રેલ્વે ક્વાટર્સ-વ્યારા
  8. પ્રશાંતભાઈ ભાસ્કરભાઈ ભોઈ રહે, સિંગી ફળિયું-વ્યારા


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application