સ્વિટ્ઝલેન્ડનાં IQ-એર દ્વારા માપવામાં આવેલા વાયુ ગુણવત્તા સૂચાંક અનુસાર દિલ્હી દુનિયાનું સૌથી પ્રદુષિત શહેર છે. પણ આનાથી વિરુદ્ધ દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે એક રિપોર્ટને ટાંકીને દાવો કર્યો કે, એશિયાના સૌથી 10 પ્રદુષિત શહેરોની યાદીમાં 8 ભારતમાંથી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આ શહેરોમાં એક સમયનું દેશનું પ્રદુષિત ગણાતું દિલ્હી નથી. તેમણે ટવીટ કરીને જણાવ્યું કે, કેટલાક વર્ષો પહેલા દિલ્હીને દુનિયાનાં સૌથી દુષિત શહેરનાં રૂપમાં જોવામાં આવતું હતું પણ હવે નહીં. સ્વિટ્ઝલેન્ડનાં IQ-એરમાં દિલ્હી વિશ્વનું સૌથી પ્રદુષિત શહેર બતાવવામાં આવ્યું છે.
આ લિસ્ટમાં પાકિસ્તાનનાં લાહોરને બીજા નંબર પર મુકવામાં આવ્યું છે. પણ આ રિપોર્ટથી વિપરીત નિવેદન દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આપ્યું છે. તેમના મતે એશિયાનાં સૌથી પ્રદુષિત શહેરોની યાદીમાં દિલ્હીનું નામ નથી છતાં શહેરે હજી બહુ લાંબી મંજીલ કાપવાની છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અમે શહેરને વિશ્વનું સૌથી સ્વચ્છ શહેર બનાવવા માટે અથાગ પરિશ્રમ કરતાં રહીશું.
મળતી માહિતી અનુસાર, સોમવારે સવારે દિલ્હીની વાયુ ગુણવત્તા બહુ ખરાબની શ્રેણીમાં પહોચીં ગઈ હતી. ખરાબ હવામાનઅને ફટાકડા, પરાણીને કારણે ઉતસર્જિત થતાં ધુમાડાને કારણે વાયુ પ્રદુષણમાં ઘણો વધારો થયો છે. દિલ્હીમાં રવિવારે રાત સુધીમાં વાયુ ગુણવત્તા સુચાંક 256 હતો. જે છેલ્લા ઘણા વર્ષોની સરખામણીમાં સૌથી ઓછો હતો. પણ દિલ્હીનાં અમુક વિસ્તારોમાં ફટાકડા ફોડવામાં આવતા તે રાતોરાત વધીને 1318 થઇ ગયો હતો.
દિલ્હીમાં સોમવારે સવારે વાયુ ગુણવત્તા સુચાંક 301 થઈ ગયો હતો. જયારે શહેરનાં 35 નિગરાની કેન્દ્રોમાંથી 19માં વાયુ ગુણવત્તા ખરાબની શ્રેણીમાં પહોચી ગઈ હતી. નિગરાની કેન્દ્રોમાંથી મળતી માહિતી મુજબ, આનંદ વિહાર વિસ્તારમાં વાયુ પ્રદુષણ અત્યંત ખરાબની શ્રેણીમાં પહોચી ગયું હતું. દિલ્હી સરકારે આ માહિતીને ધ્યાને લઇને આનંદ વિહાર અને તેની આસપાસનાં વિસ્તારોમાં બાંધકામ પર પ્રતિબંધ લગાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, દિલ્હી સરકારે વાયુ પ્રદુષણને ધ્યાને લઇને ફટાકડા પર પ્રતિબંધ લગાવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500