વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,આહવા:ડાંગ જિલ્લાના સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગના સાપુતારા ઘાટમાર્ગના વળાંકમાં મહારાષ્ટ્રના નાસિકથી ડુંગળી ભરીને ટ્રક રાજસ્થાન તરફ જવા નીકળી હતી. આ ટ્રક સાપુતારાથી શામગહનને જોડતા રસ્તા ઉપરથી પસાર થઈ રહી હતી,તે દરમિયાન અચાનક ટ્રક ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક માલેગાંવ પાસે ઘાટ ઉપર વળાંક લેતી વખતે પલટી ખાઇ ગઇ હતી,અને ટ્રક સીધી ખીણમાં ઉતરી ગઈ હતી.ટ્રકનો કચ્ચરઘાણ વળી ગયો હતો.ટ્રકમાં ભરેલ ડુંગળી વેરવિખેર થઇ ગઇ હતી અને ભારે નુકસાન થયું હતું.જ્યારે ટ્રક ચલાવનાર ડ્રાઇવર અને કલીનર ને નજીક માંથી પસાર થતાં વાહનચાલકોએ અને સ્થાનિક લોકોએ દોડી આવીને મહામહેનતે બહાર કાઢ્યો હતો, ચાલક,ક્લીનર ને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે નજીક ના હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application