વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,આહવા:ડાંગ જિલ્લાનાં મુખ્યમથક આહવા,સુબિર,વઘઇ અને શામગહાન ખાતે ભાવિક ભક્તોએ દશેરા (વિજયા દસમી)પર્વની હર્ષોઉલ્લાસપૂર્વક ઉજવણી કરી.ઠેરઠેર લંકેશવર રાવણનાં પૂતળાઓનું દહન કર્યુ હતુ.
ડાંગ જિલ્લામાં બુધવારે નવરાત્રી પર્વની પૂર્ણાહુતિ સાથે ગુરૂવારે વિજયાદસમી પર્વની ઉજવણી કરાઈ હતી,ડાંગ જિલ્લામાં દશેરા પર્વ નિમિત્તે લોકોએ પોતાનાં વાહનો અને ઘરનાં સુખ સમૃદ્ધિ માટે પૂજા અર્ચના કરી હતી તથા જલેબી અને ફાફડાની મિજબાની કરી મોઢું મીઠું કર્યું હતુ,ગુરુવારે ડાંગ જિલ્લાના વઘઇ,આહવા અને સુબીર અને શામગહાન ખાતે મોડી સાંજે લંકેશવર રાવણનાં પૂતળાઓનું દહન કરી દશેરા પર્વની ઊજવણી કરી હતી. શામગહાન ખાતે દશેરા પર્વની ઉજવણી અને રાવણ દહન કાર્યક્રમમાં રાવણના પૂતળા સાથે ડાંગ કૉંગ્રેસ સમિતિએ મોંઘવારી સહિત વિવિધ બેનરો લગાવી પૂતળાનું દહન કરી ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે શામગહાન વિસ્તારનાં અગ્રણી એવા જિલ્લા સદસ્ય ચંદર ભાઈ ગાવીત,ડાંગ જિલ્લા કોંગ્રેસ પાર્ટી પ્રમુખ મોતીલાલભાઈ ચૌધરી,દેવરામભાઈ ગાયકવાડ સહિત મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી.ડાંગ જિલ્લાનાં શામગહાન ખાતે સાપુતારા પીએસઆઈ સી.એન.પરમાર અને પોલીસ સ્ટાફનાં ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં શાંતિપૂર્ણ માહોલમાં રાવણનાં પૂતળાનું દહન કરવામાં આવ્યુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application