વડોદરાઃરાજધાની ટ્રેનbમાંથી ૬ કરોડ રૂપિયાના હેરોઈન સાથે નાઈઝિરિયન નાગરિકને ઝડપી પાડવામાં નારકોટિક્સ વિભાગને ભારે સફળતા મળી હતી.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી અગાઉ પણ નશીલો સામાનની સપ્લાય કરી ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે, વડોદરામાં અત્યાર સુધીમાં નાર્કોટિક્સ વિભાગનું આ સૌથી મોટું ઓપરેશન છે.
પ્રાપ્ત વિગત અનુસાર આરોપી દિલ્હીથી મુંબઈ જતી રાજધાની એક્સપ્રેસમાં એસી કોચમાં મુસાફરી કરી રહ્યો હતો. દિલ્હીથી ડ્રગ્સનું કુરિયર લઈ આરોપી મુંબઈ ડિલિવરી પહોંચાડવા જઈ રહ્યો હતો.જો કે, બાતમીના આધારે એનસીબીએ વહેલી સવારે આરોપીને ટ્રેનમાં જ ઉંઘતો ઝડપી લીધો હતો. ત્યાર બાદ તપાસ કરતા આરોપી પાસેથી પિસ્તા પાઉડર અને ચોખાના લોટના પેકેટ્સ મળી આવ્યા હતા. જેને ખોલતા તેમાથી પિસ્તાના લોટને ૧ કિલો ૨૧૦ ગ્રામ હેરોઈન મળી આવ્યું હતુ. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં ૬ કરોડ રૂપિયાની કિંમત થાય છે.આરોપી અફઘાનિસ્તાનથી હેરોઈન લાવ્યો હોવની પોલીસને શંકા છે.પોલીસે ઉંડાણ પૂર્વક તપાસ કરતા સામે આવ્યું છે કે, નાઈઝિરિયન યુવક છેલ્લા ઘણાં વર્ષોથી ભારતમાં રહેતો હતો અને બિઝનેસ વિઝા પર અવરજવર કરતો હતો. એટલું જ નહીં ૨૮ ફેબ્રુઆરીએ તેની વિઝા અવધી પુરી થઈ ગઈ હતી. છતાં તે ગેરકાયદે ભારતમાં રહેતો હતો.પુછપરછમાં એ પણ સામે આવ્યું છે કે, ઝડપાયેલો આરોપી એઈડ્સ જેવી ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે.ઉલ્લેખનીય છે કે, નારકોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ગુજરાત માંથી છેલ્લા ૬ મહિનામાં બે નાઇઝિરિયન યુવકોને ઝડપી પાડ્યા છે. અગાઉ ઝડપાયેલા નાઇઝિરિય બેંગ્લોરમાં રહેતો હતો.જેણે વધુ એક નાઇઝિરિયન યુવક પણ ડ્રગ્સ મામલે સામેલ હોવાની કબૂલાત કરતાં આ નેટવર્ક સમગ્ર દેશમાં પથરાયેલું હોવાની આશંકા સેવાઈ રહી છે.હાલ આ સમગ્ર મામલે એનસીબીએ વધુ કાર્યવાહી શરૂ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application