વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,આહવા:ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કાલીબેલ જીલ્લા પંચાયત મત વિસ્તાર માં ડાંગ ધારાસભ્ય મંગળભાઇ ગાવિત ની આગેવાની હેઠળ ડોર ટુ ડોર જન સંપર્ક ઝુંબેશ હાથ ધરી કોંગ્રેસની સરકારે કરેલા વિકાસકામો અને યોજનાઓથી આ વિસ્તારના લોકો ને માહિતગાર કરી લોકો ને પત્રિકાઓ વેચવામાં આવી હતી
ડાંગ જિલ્લામાં કોંગ્રેસ પક્ષ દ્વારા આગામી લોકસભાની ચૂંટણીને લઈ લોકસંપર્ક કરવાનું અભિયાન શરૂ કરવામાં આવી રહ્યુ છે.જેમાં ધારાસભ્ય મંગળ ગાવિત ની આગેવાની હેઠળ વધઇ તાલુકા ની કાલીબેલ જીલ્લા પંચાયત મત વિસ્તારમાં કોંગ્રેસના કાર્યકરોએ કોગ્રેસ સરકારની ભૂતકાળની સિધ્ધીઓ સહિતની યોજનાની માહિતી આપવામાં આવી હતી જેવી કે દેવામાફી, અન્નતથા પોષણનો અધિકાર, રાષ્ટ્રિય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશન, મફત અને ફરજીયાત શિક્ષણ, ફેરિયાઓ અને વ્યાવસાયિક પાથરણા હક કાનુન, માહિતી સૂરક્ષાકાનુન, માહિતી અધિકાર, જવાહર લાલ નહેરુ મેન્યુઅલ અર્બન રુલર મિશન, વન અધિકાર કાનૂન, મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર અધિકાર, ભારતનિર્માણ સહિતની યોજનાઓની નાનામોટા વેપારીઓની સાથે મુલાકાત કરીને માહિતી આપી હતી આ પ્રસંગે કોગ્રેસ પ્રમુખ મોતીલાલ ચૌધરી મહિલા કોગ્રેસ પ્રમુખ લતાબેન ભોયે કારોબારી ચેરમેન સોમલ તુબંડા સંમતિબેન પટેલ કાલીબેલ સરપંચ સહિત અનેક કોગ્રેસી કાર્યકરો આ જનસંપર્ક કાર્યક્રમમાં જોડાયા હતા..
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500