વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,આહવા:ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આદ્યશક્તિ નવરાત્રીનો પ્રારંભ થતાંજ ગરબા ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસ સહિત અવનવા ડ્રેસ માં ગરબી ચોકમાં નજરે પડ્યા હતા અને ત્યારે જ ગરબાની રમઝટ શરુ કરવામાં આવતા ની સાથે જ આહવા ખાતે નવલી નવરાત્રી માં ભંડારા ચોક માં યુવા હૈયા હીલોળે ચડી રાસ ગરબાની રમઝટ બોલાવી હતી આહવા ખાતે રંગબેરંગી ચણીયાચોલી અને ઝબ્બા ધારણ કરીને ખેલૈયાઓએ ગરબે ઘૂમીને મા અંબેની આરાધના કરી હતી.આહવા ખાતે ભંડારા ચોક પર ખેલૈયાઓ તારા વિના શ્યામ.ઢોલીડા ઢોલ રે વગાડ મારે હિચ લેવી છે.ક્રિષ્ણ ભગવાન ચાલ્યા ધ્વારીકાને.વિગેરે ગરબાએ લોકોના મન જીતી લીધાં હતા અને ખૈલેયાઓ ઓર્કેસ્ટ્રા સાથે મ્યુઝિક ના તાલે ઝુમી ઉઠયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application