તાપીમિત્ર ન્યુઝ,રાજપીપલા:નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના એકતેશ્વર પ્રાથમિક શાળામાં કરાર આધારિત ફરજ બજાવતી સાંજરોલી ની શિક્ષિકા હંસા મનહર તડવી અને સુમિત્રા તડવી ના મહિના ના ૨૦૦૦ રૂપિયા પગાર લેખે ફેબ્રુઆરી ૨૦૧૭ થી નાણાં બાકી હતા એટલે એક ના ૯ મહિના લેખે ૧૮૦૦૦/-અને બીજી બેનના ૮ મહિના લેખે ૧૬૦૦૦/- આમ કુલ મળી ૩૪૦૦૦/- નું બીલ લેવાનું હતું જે પાસ કરવા શાળાના મુખ્ય શિક્ષક ગોવિંદ સબૂર સોલંકી અને ગામના સરપંચ દિપક સુરેશ તડવી આ બંને એ તેના નાણાં કઢાવી આપવા ૫૦ ટકા કમિશન માંગ્યું હતું અને જે બિલ પાસ પણ કરાવી દીધું હતું જે થી આ શિક્ષિકાઓ પર પોતાના કમિશન માટે ફોર્સ કરતા મહિલાઓએ નર્મદા એસીબીમાં ફરિયાદ કરી હતી.ફરીયાદ ને આધારે એસીબી નર્મદા એ છટકું ગોઠવી ૧૭૦૦૦/-ની લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. એસીબી પોલીસે બંને ને ઝડપી પાડી તેમની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.(ફાઇલ તસવીર)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application