વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,આહવા:જગતજનની મા અંબેની આરાધનાના પર્વ અને વિશ્વના સૌથી મોટા સંગીત ઉત્સવ એવા નવલા નોરતાની ઉજવણી માટે ડાંગ જિલ્લાના વઘઇ, આહવા,સુબીર તાલુકા સહિત ગીરીમથક સાપુતારામાં ઉજવણીની તડામાર તૈયારીઓ પૂર્ણ થઈ છે અને પ્રથમ નોરતા સાથે જ ગામે-ગામ નવલાં નોરતાની ઉમંગભેર ઉજવણીનો પ્રારંભ થશે આદ્યશકિતમાં અંબાનો પર્વ એટલે નવરાત્રી શરૂ થઈ ગઈ છે અને ખેલૈયાઓમાં પણ ગરબે ઘુમવા માટે થનગનાટ છે.નવરાત્રી માં લોકોમાં અનેરું આકર્ષણ ઉભુ કરવા યુવાઓ કઇંક અવનવુ કરતાં જ હોય છે.આ વખતે પણ ખેલૈયાઓ નવા સ્ટેપ અને નવા ગેટપમાં મસ્તી કરવા અને ગરબે ઝુમવાની તૈયારીમાં છે.જેના માટે તેમણે તૈયારીઓ પણ પૂર્ણ કરી દીધી છે.આમ નવ દિવસ સુધી ડાંગ જિલ્લામાં ભક્તિભાવપૂર્વક ગરબા રમાશે નવરાત્રિના દિવસો દરમિયાન રાત્રિના સમયે ગરબામાં યુવતીઓની છેડતી ન થાય તે માટે મહિલા પોલીસ સહિત ડાંગના પોલીસ કર્મીઓ ચુસ્ત બંદોબસ્ત અને સતત પેટ્રોલીંગ કરીને ડાંગ જિલ્લામાં સુરક્ષિત નવરાત્રીની ઉજવણી કરાશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application