Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ:આહવાના ભિષ્યા ગામે ધબળા અને વાંસણનું વિતરણ કરવામાં આવ્યું

  • October 07, 2018 

વનરાજ પવાર દ્વારા,તાપીમિત્ર ન્યુઝ-ડાંગ:આહવા તાલુકામાં સમાવિષ્ટ ભિષ્યા ગામે ભારત સેવા શ્રમ સંધ ગંગપૂર આયોજીત પ્રેમ પ્રકાશ આશ્રમ સુરતના સહયોગથી ધાબળા,વાસણનુ વિતરણ કરવામાં આવ્યું હતુ.આ કાર્યક્રમમાં શાળાના બાળકો અને આદિવાસી ગરીબ ગ્રામજનોને ધાબળા તથા વાસણનુ વિતરણ કરવામાં આવ્યું અને ડાંગ જિલ્લા કલેક્ટર બી.કે.કુમારે ભાષણના સમાપનમા આવા કાર્યક્રમો સુબિર તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં કરવા માટે દાતાઓને આહ્વાન કર્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભિષ્યાના બાળુભાઇ આર ગાવિત તથા ગ્રામ જનોએ ભારે જહેમત ઉઠાવી હતી.ડાંગ જિલ્લાના ભિષ્યા ગામમાં ભારત સેવા સંધ ગંગપૂર આયોજીત પ્રેમ પ્રકાશ આશ્રમ સુરતના સહયોગથી ધાબળા,વાસણનુ વિતરણનુ કાર્યક્રમ પ્રા.શાળામા ભિષ્યાના પ્રટાંગણમા યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પ્રેમ પ્રકાશ આશ્રમ સુરતની નારાયણ જી ગંગવાણી,મિત્ર મંડળ તથા હરપાલ શાસ્ત્રી,ભારત સેવા શ્રમ સંધના સ્વામીજી અંબરીષાનંદજી મહારાજ તેમજ અમદાવાદ થી આ ખાસ કાર્યક્રમ પધારેલ પરમ પૂજ્ય ચૈતન્ય શંભુ માહારાજ અને ડાંગ જિલ્લા કલેક્ટર બી. કે કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application