Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદા એલસીબીએ ગરુડેશ્વર ના મોટી રાવલમાં જુગાર રમતા ૨ ને ઝડપી પાડ્યા,૪ જણા ફરાર 

  • March 04, 2018 

તાપીમિત્ર ન્યુઝ,રાજપીપલા: નર્મદા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા ના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂ જુગારની બદી ને ડામવા પોલીસ સતત પ્રયાશ કરે છે જેમાં નર્મદા એલ.સી.બી. પી.એસ.આઈ .એ.ડી.મહંતને મળેલી બાતમીના આધારે એલ .સી.બી.ની ટીમ સાથે ગરુડેશ્વરના મોટી રાવલ વિસ્તારમાં રેડ કરી હતી.જ્યાં કોતર માં જુગરિયા જુગાર રમતો હોય પોલીસને જોઈ નાસભાગ મચી જતા બે ઈસમો પૈકી (૧) અનુરાજસિંહ હિમ્મતસિંહ ગોહિલ ,રામપુરા અને (૨) હિતેન્દ્ર ચીમન તડવી,મોટી રાવલ ને પોલીસે રંગે હાથ ઝડપી તેમની પાસે અંગઝડતીના રોકડા ૧૦,૧૦૦/- તથા દાવ પરના રોકડા રૂપિયા ૧૨૪૦ મોબાઇલ ફોન નંગ-૪ ની કિંમત ૭૦૦૦/- અને બાઈક નંગ ૪ કિંમત રૂપિયા ૬૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૭,૮૩૪૦/- નો મુદ્દામાલ ઝડપી પડ્યો હતો જયારે અન્ય ચાર ઈશમો પૈકી (૧) વિષ્ણુ ગોવિંદ તડવી (૨) ધર્મેન્દ્ર શાંતિલાલ તડવી (૩) સંજય માણેક તડવી ત્રણેય રહે,મોટી રાવલ અને (૪) વિષ્ણુ ગોવિંદ તડવી પોલીસ ને જોઈ ભાગી જતા પોલીસે આ ચારેય ની શોધખોળ શરુ કરી છે .એલ .સી.બી.ની રેડ થી જુગારીયાઓ માં ફફડાટ ફેલાયો છે .


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application