Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજપીપળા નગરપાલિકા તેમજ નવદુર્ગા હાઈસ્કૂલમાં ૭૪ માં સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી

  • August 16, 2020 

નર્મદા જિલ્લાના રાજપીપળા માં ૭૪ માં સ્વતંત્ર દિનની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી સરકારી કચેરીઓ તેમજ સ્કુલ,કલેજ જેવી અનેક સંસ્થાઓ પર ધ્વજ વંદન કરાયું જેમાં રાજપીપળા ની નવદુર્ગા શાળામાં કેમ્પસ ડાયરેક્ટર નિમેષકુમાર પંડ્યા ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.તેમના જણાવ્યા મુજબ નવદુર્ગા શાળાની સ્થાપના સંન ૧૯૪૬ માં થઈ હતી ને આજ દિન સુધી એવું નથી બન્યું કે શાળા માં અભ્યાસ કરતા બાળકો ની ગેરહાજરી માં ધ્વજ વંદન થયું પરંતુ હાલ કોરોના મહામારી ના કારણે આવી સ્થિતિ ઉભી થઇ હોય જેને આપણે સ્વીકારવી જરૂરી બન્યું છે.

રાજપીપલા નગર ખાતે થયેલા પાલીકા પ્રમુખ જીગીષા બેન ભટ્ટ ના હસ્તે થયેલા ધ્વજ વંદન કાર્યક્રમ માં પાલિકા જીગીષાબેને રાજપીપળા ના કોરોના વોરિયર એવા સફાઇ સૈનિકો નો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે પોતાના પરિવારનો વિચાર્યા વગર કોરોના નામની મહામારી સામે નગર ને સ્વચ્છ રાખતા અમારા આ સફાઈ સૈનિકો પોતાના સ્વાસ્થ્ય ની ચિંતા ન કરી કામ કરે છે માટે આ કર્મચારીઓ નો આભાર માની તેમની કામગીરી ને બિરદાવી હતી


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application