તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:રાજપીપલા કરજણ નદી ના સરકારી ઓવારે નજીક આજ રોજ ધુળેટીના દિવસે એક યુવાને કોઈક કારણોસર ફિનાઈલ પી લેતા ઇમરજન્સી સેવા ૧૦૮ ને જાણ કરતા તેને તાત્કાલિક રાજપીપલા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો.બનાવ સ્થળે એકઠા થયેલા ટોળાં માંથી જાણવા મળ્યા મુજબ આ યુવાન રાજપીપલા સોનીવાડ તરફનો રહેવાસી છે પરંતુ તેને ફિનાઈલ કેમ પીધું તે જાણવા માંડ્યું ન હતું હાલ યુવાનને સિવિલ ખાતે સારવાર અપાઈ રહી હોવાનું જાણવા મળ્યું છે.અહીં આપને જણાવી દઈએ છિએ કે,તેની પાસે ફાઇનલ ભરેલી બોટલ પડેલી મળી આવતા ૧૦૮ ની ટીમ તેને સિવિલ માં તબીબ ને બતાવવવા લઈ ગયા બાદ હાજર તબીબે તે જૉતા તેની સારવાર ચાલુ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application