નવી દિલ્હી:આધાર કાર્ડની બંધારણિય યોગ્યતા પર આજે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો.પાંચ જસ્ટિસની ખંડપીઠ દ્વારા એક પછી એક આ મામલે ચુકાદો સંભળાવવામાં આવી રહ્યો છે.સુપ્રીમ કોર્ટે ચુકાદામાં જણાવ્યું છે કે,આધાર કાર્ડ મહત્વનું છે અને તેની વિરુદ્ધ કરાતો હુમલો બંધારણ વિરુદ્ધ ગણાશે. યુનિક ઓળખ દ્વારા સમાજના દબાયેલા અને કચડાયેલા વર્ગને પણ મદદ મળે છે.જો કે,આધાર કાર્ડને તમામ જગ્યાએ ફરજિયાત બનાવવું અયોગ્ય ગણાશે.સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે,આધાર કાર્ડનાં કારણે દેશની જનતાને લાભ થઈ રહ્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે,આધાર કાર્ડમાં ફક્ત છ મહિના સુધીનો ડેટા જ રાખી શકાય છે.આધારની બંધારણિય યોગ્યતા પર ચુકાદો સંભળાવતા કોર્ટે જણાવ્યું કે,બાયોમેટ્રિક ડેટાનું ડુપ્લિકેશન શક્ય નથી.સુપ્રીમ કોર્ટે પણ સ્વીકાર્યું છે કે,આધાર કાર્ડ સામાન્ય વ્યક્તિ માટેનું ઓળખપત્ર છે. સુપ્રીમ કોર્ટે આધાર એક્ટની કલમ ૫૭ને હટાવી છે.આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે,આધાર કાર્ડમાં નહીં હોવાનાં કારણે કે આધારની બાયોમેટ્રિકમાં કોઈ પ્રકારની તકલીફ હોવાનાં કારણે લોકોને લાભથી વંચિત નહીં રખાય.હોસ્પિટલ જેવી જગ્યાઓએ આધાર કાર્ડનાં કારણે કોઈ કામ નહીં અટકે. જસ્ટિસ સિકરીએ તેમના ચુકાદામાં જણાવ્યું કે,આધારનું ડુપ્લિકેશન કરી શકાતું નથી અને ડુપ્લિકેટ આધાર કાર્ડ બની શકે તે સંભવ નથી.કેન્દ્ર સરકારે કરોડો લોકોના ડેટાને સુરક્ષીત રાખવા માટે તાત્કાલિક ધોરણે યોગ્યા પગલાં લઈ વ્યવસ્થા ઉભી કરવી જોઈએ અને કાયદો બનાવવો જોઈએ જેથી કોરોડ લોકોના ડેટા સુરક્ષીત રહી શકે તેમ સુપ્રીમ કોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું.સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે,આધારથી પ્રાઈવસી ભંગના કોઈ પુરાવા મળ્યા નથી.
highlight-સુપ્રીમ કોર્ટે આધારકાર્ડનાં નિયમોમાં કરેલા કેટલાક અગત્યનાં ફેરફાર:
- પાનકાર્ડ બનાવવા અને ઈન્કમટેક્ષ રિટર્ન ભરવા માટે આધારકાર્ડ જરૂરી.
- સરકારની યોજનાઓનો લાભ લેવા અને સબ્સિડી મેળવવા માટે આધાર કાર્ડ જરૂરી.
- CBSE,Neet,UGC પરીક્ષાઓમાં માટે આધાર કાર્ડ જરૂરી નથી.
- ટેલિકૉમ કંપનીઓ,ઈ-કોમર્સ ફર્મ,પ્રાઈવેટ બેંક અને અન્ય પ્રાઈવેટ સંસ્થાઓ આધાર કાર્ડ માંગી ન શકે.
- બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક કરાવવું જરૂરી નથી.
- મોબાઈલનું સિમકાર્ડ લેવા માટે આધાર કાર્ડ જરૂરી નથી.
- ૬ થી ૧૪ વર્ષનાં બાળકો માટે શાળામાં એડમિશન મેળવવા માટે આધાર કાર્ડ જરૂરી નથી.
- પ્રાઈવેટ કંપનીઓ આધાર કાર્ડની માંગ નહીં કરી શકે.
- ગેરકાયદેસર દેશમાં આવેલા પ્રવાસીઓને આધાર કાર્ડ આપવામાં નહીં આવે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application